33.2 C
Gujarat
April 25, 2024
EL News

વડોદરા: અંગત ફોટા, મેસેજ તેમજ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી.

Share
વડોદરા:

વડોદરાના માંજલપુરમાં નોકરી કરતી યુવતીને એક યુવક સાથે મિત્રતા હતી અને તેની સાથેના કેટલાક ફોટા અને મેસેજ યુવક પાસે હોવાથી તે વાયરલ કરવાની ધમકી આપતો હતો.

જેથી યુવતિએ અભયમ ટીમ પાસે મદદ માંગી હતી. વડોદરા અભયમ રેસક્યું ટીમ બાપોદ સ્થળ પર પહોંચી યુવકને પકડી કાયદાનું ભાન કરાવતા તેણે માફી માગી હવે પછી કોઇપણ પ્રકારની હેરાનગતી નહીં કરું એવી ખાતી આપતા યુવતીને બહુ મોટી રાહત પહોચી હતી. અને આ મદદ બદલ યુવતીએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.

માંજલપુર વિસ્તારમાં એક યુવતી પેટ્રોલ પંપની ઓફિસમાં નોકરી કરે છે, જ્યાં તેનો પરિચય એક યુવક સાથે થયો

મળતી માહિતી મુજબ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક યુવતી પેટ્રોલ પંપની ઓફિસમાં નોકરી કરે છે, જ્યાં તેનો પરિચય એક યુવક સાથે થયો હતો. અવાર-નવાર મળવાથી મિત્રતા આગળ વધી હતી. બે વર્ષ સુધી તેમની મિત્રતા દરમિયાન યુવતીને યુવકની હરકતો પસંદ ના આવતા તેણે મિત્રતા તોડી યુવકને મળવાનું બંધ કરી દીધું હતું.

યુવક નું ધાર્યું નહીં થતાં તે વધુ ઉશ્કેરાટમાં આવી ગયો હતો. યુવતી તેના તાબે નહીં થતી હોવાથી યુવકે

જેથી યુવક મિત્રતા ચાલુ રાખવા દબાણ કરતો હતો. પરંતું યુવતીએ હવે પછી કોઇપણ પ્રકારનો સબંધ રાખવાની ના પાડી હતી. યુવતીની મિત્રતાને તેની શરણાગતિ અને મરજી સમજવાની ભૂલ કરી બેઠેલો યુવક નું ધાર્યું નહીં થતાં તે વધુ ઉશ્કેરાટમાં આવી ગયો હતો. યુવતી તેના તાબે નહીં થતી હોવાથી યુવકે તેને ધમકાવવા માંડી હતી અને અંગત પળોના ફોટા, મેસેજ તેમજ વિડિયો ક્લિપ્સ વાયરલ કરવાની ધમકી આપી હતી.

જો વાયરલ થઇ જશે તો તેની બદનામી થશે તેવા ડરથી યુવતી પરેશાન હતી

યુવતી આ ઘટના અંગે અન્ય કોઇને જાણ કરી શકતી ન હોવાથી મૂંઝાયેલ રહેતી હતી તેમજ આ વીડિયો જો વાયરલ થઇ જશે તો તેની બદનામી થશે તેવા ડરથી પરેશાન હતી. યુવકની ધમકીઓથી પરેશાન થઈ ગયેલી યુવતીને ફ્રેન્ડશીપ રાખવા બદલ ખૂબ પસ્તાવો થવા માંડ્યો હતો.

યુવતીની ઓળખ જાહેર નહીં થાય તેવી ખાતરી આપી

આખરે યુવતીએ હિંમત કરીને 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતાં તેમણે યુવતીની આપવીતી રૂબરૂમાં સાંભળી હતી. યુવતીની ઓળખ જાહેર નહીં થાય તેવી ખાતરી આપી હતી.

ત્યારબાદ અભયમ ટીમે પોલીસને સાથે રાખીને યુવકને ઝડપી પાડ્યો હતો. અને કાયદાકીય સમજ આપી આ રીતે ધમકી આપવી તે ગુનો બને છે જે સજાપાત્ર થશે તેવું સમજાવતા તેણે પોતાની ભૂલ કબૂલી માફી માંગી હતી.

તેમજ હવે પછી યુવતીને કોઇપણ પ્રકારની હેરાનગતિ નહિ કરું એવી ખાતરી આપી વાંધાજનક ફોટો અને ક્લિપ્સ ડિલીટ કરાવ્યા હતાં. યુવતી પણ આગળ કોઇ કાર્યવાહી કરવા માંગતી ન હોવાથી યુવકને તાકીદ આપી સમાધાન કરાવવામાં આવ્યું હતું.


આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

લઠ્ઠાકાંડ: હું એક પ્રતિષ્ઠીત વ્યક્તિ છું તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો.

elnews

અહીંથી દરરોજ 1 લાખ જેટલી કિંમતનો દારૂ વેચાણ થતો હતો.

elnews

ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી દ્વારા સમાજ સેવા માટે જયેશ ઠક્કરને ડૉક્ટરેટની માનદ પદવી એનાયત

elnews

Leave a Comment

error: Content is protected !!