EL News

અટલજીની જન્મ જયંતિ નિમિત્તે GRYB દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ.

Share
Panchmahal-Mahisagar:

આજરોજ સુશાસન દિવસે અટલ બિહારી બાજપાઈજીના જન્મદિવસ નિમિતે પંચમહાલ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ગરમ વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં જિલ્લા સંયોજક પ્રજ્ઞેશ પટેલ તેમજ તાલુકા નગર સંયોજક સહિત વિવિધ આગેવાનોએ હાજરી આપી હતી.

GRYB Panchmahal, EL News

અટલજીની જન્મ જયંતિ નિમિત્તે GRYB લુણાવાડા દ્વારા પણ અનેક પરિવારોમાં ગરમ કપડાં ઘર વપરાશની વસ્તુઓ, માસ્ક અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતુ.

આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇજીની જન્મ જયંતી નિમિતે દેશ ભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે (GRYB) ગુજરાત રાજ્ય યુવક બોર્ડ લુણાવાડા દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં જઈ જરૂરિયાત મંદ લોકોને ગરમ કપડાં, ઘર વપરાશની વસ્તુઓ , પુસ્તકો , માસ્ક, ચોકલેટ સહિતની વસ્તુઓનું વિતરણ કરી બાળકોને અભ્યાસમાં વધુ ધ્યાન આપી ભણી ગણીને આગળ વધવાની પ્રેરણા આપી હતી.

GRYB Mahisagar, EL News

લુણાવાડા તાલુકાના વિવિધ ગામોમાં જરૂરિયાત મંદ લોકોને આજ રોજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ (GRYB) લુણાવાડા દ્વારા અટલજી ની જન્મજયંતિ નિમિત્તે ગરમ કપડા નું વસ્ત્રદાન લઈ લુણાવાડા નગરના સતીશ સોની તથા જૈનીશ મોચી ,લુણાવાડા તાલુકાના રાજેન્દ્ર સિંહ અને ખાનપુર તાલુકાના વિજયભાઈ આ તમામ સઁયોજકોએ અંતરિયાળ વિસ્તારમાં જઇને જરૂરિયાત મંદ પરિવારની વચ્ચે જઇ બાળકોને પુસ્તકો સહિત માસ્ક અને ચોકલેટનું વિતરણ કરી બાળકો અભ્યાસ માં વધુ ધ્યાન આપે અને તેમના વાલીઓ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલે અને અભ્યાસ કરાવે તેવી પ્રેરણા આપવામાં આવી.

Related posts

અદાણી ફાઉન્ડેશને મણીનગર(રાસ)ની શાળાને ‘સ્માર્ટ સ્કૂલ’ બનાવી!

elnews

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર યુવકનો મળી આવ્યો મૃતદેહ

elnews

ખાદ્ય તેલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે લીધો આ નિર્ણય.

elnews

Leave a Comment

error: Content is protected !!