30.1 C
Gujarat
June 2, 2023
EL News

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભરતા સીએમએ કહ્યું

Share
Gandhinagar :

અલ્પેશ ઠાકોર પ્રથમ વખત ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી લડી રહ્યા છે. બે દિવસ પહેલા જ અલ્પેશને ગાંધીનગરથી ટિકિટ આપવામાં આવી છે. અલ્પેશ ઠાકોર આજે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ નોંધાવવા પહોંચે એ પહેલા સભાનું આયોજન કરાયું હતું.

આ દરમિયાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા કહ્યું કે, આજના વિધાનસભાના નામાંકન પ્રસંગે અલ્પેશ ઠાકોર સાથે રહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,

Measurline Architects
Click Advertisement To Visit

ઈલેક્શન અત્યારે આવ્યું છે અને અગાઉ લડતા આવ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ફક્ત ઈલેક્શન માટે જ કામ નથી કરતો એ હરહંમેશા લોકોની વચ્ચે કામ કરતો જ રહે છે. કોરોના જેવી મહામારીમાં બીજેપીના કાર્યકર્તાઓએ છેક સુધી સેવા કરી હતી.  આટલી મોટી મહામારી આવી અને ગઈ જે જુસ્સાથી કાર્યકરોઅ કામ કર્યું તેની સાથે સાથે નરેન્દ્ર મોદીએ ફ્રી વેક્સિન આપી આપણને મહામારીથી મુક્ત કર્યા.
આ ગુજરાત મેં બનાવ્યું છે આપણે આ બધા બોલતા આવ્યા છીએ. જે કહ્યું છે તે કર્યું છે. વિકાસની રાજનિતી નરેન્દ્ર મોદીએ આપી છે.

આ પણ વાંચો… AMC દ્વારા શહેરમાં દબાણો હટાવવાની સઘન કામગીરી કરાઈ

નાનામાં નાની મુશ્કેલી પ્રજાની કેવી રીતે દૂર થઈ શકે તે માટે પ્રયત્નો કર્યા છે. વિજળી, રોડ રસ્તા, સ્વાસ્થ્ય હોય તે દરેક ક્ષેત્રે મજબૂત પાયો નખાયો છે. જે કાર્યો થતા હોય તે કાર્યોમાં નાનામાં નાનો માણસ સહભાગી કેવી રીતે થાય તે જોતા દરેક નાગરીક સહભાગી પણ થયા છે જેથી આ ગુજરાત મે બનાવ્યું છે એ ગૌરવથી આપણે કહી શકીએ છીએ. દરેકના સાથ સહકારથી આ કાર્ય પૂર્ણ થયું છે.

સરકાર ઘણી નીતિઓ યોજના બનાવતી હોય છે ત્યારે આ યોજનાનો લાભ કેટલા લઈ શકે તે મહત્વનું છે પરંતુ દરેકને આ યોજના શું છે તેનો લાભ આપવા માટેનું આયોજન ગુજરાત સરકારે કર્યું છે. આ માટે દરેક દરેક જિલ્લામાં કાર્યક્રમ પણ કર્યા છે. આ કાર્યપદ્ધતિ ભાજપની છે. આપણે પોઝિટિવ છીએ. કાર્યકરોએ લોકોના મન જીત્યા છે અને લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે તેની સાથે ભરોષો નાગરીકો પર મુક્યો છે. આ ભરોષાની સરકરા છે.

દેશ બદલાઈ રહ્યો છે. 2008માં હું સ્કૂલ બોર્ડમાં હતો ત્યારે હરીફાઈ માટેની વાત થતી હતી પરંતુ મેં કહેલું જે છે એને સુધારો. આજે ઘરે ઘરે વીજળી, પાણીની વ્યવસ્થા છે. 200 ફૂટ ઉંચા ડુંગરો પર પાણી પહોંચાડ્યું છે. આ તાકાત સરકારની છે. અલ્પેશ ઠાકોરને વિજયી બનાવીએ. કમળને વોટ આપી જ્વલંત રેકોર્ડ બ્રેક સાથે આગળ વધવું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમિત શાહનો ફરી બે દિવસનો ગુજરાત પ્રવાસ..

elnews

28 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2023 દરમિયાન સાયન્સ કાર્નિવલ યોજાશે

elnews

NARMADA: નિકોરા બેટ પર પાણી ફરી વળતા 100 લોકો સલવાયા.

elnews

Leave a Comment

error: Content is protected !!