EL News

રાજકોટમાં ડેંગ્યૂના ૧૬ કેસ નોંધાતા, તંત્ર દોડતું થયું

Share
Rajkot :
રાજકોટમાં રોગચાળો વકર્યો: ડેંગ્યૂના ૧૬ કેસ નોંધાયા, તંત્ર દોડતું થયું રાજકોટમાં ફરી રોગચાળો વકર્યો છે. શરદી ઉધરસ અને તાવના ઘણા કેસો નોંધાયા છે. ડેન્ગ્યુએ તો રાજકોટમાં જેમ પગપેસારો કર્યો હોય તેમ ૧૬ કેસ સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળો વધતા તંત્ર સફાળું જાગ્યું છે અને વિવિધ કર્યો શરૂ કાર્ય છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
Measurline Architects
Click Advertisement To Visit
જેમાં ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂના નવા ૧૬ કેસ અને ચીકન ગુનિયાના બે કેસ મળી આવ્યા છે. મચ્છરોની ઉત્પતિ સબબ ૪૯૨ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત સપ્તાહે ડેન્ગ્યૂના ૧૬ કેસો નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષે ડેન્ગ્યૂના કુલ ૧૯૮ કેસ નોંધાયા છે. જ્યારે ચીકન ગુનિયાના પણ નવા બે કેસ નોંધાતા વર્ષ દરમિયાન ૨૧ કેસો થયા છે.

આ પણ વાંચો… અમદાવાદની મેટ્રોમાં પાનની પિચકારી પર 5000 રુપિયાનો દંડ

જ્યારે શરદી-ઉધરસના ૨૫૩ કેસો, સામાન્ય તાવના ૩૯ કેસો અને ઝાડા-ઉલ્ટીના ૫૭ કેસો નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે ૬૫૪૧૩ ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૭૨૯ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત ૫૭૪ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ જણાતા ૪૯૨ આસામીઓને નોટિસ આપવામાં આવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ એરપોર્ટ પર અનોખા અંદાજમાં દિવાળીની ઉજવણી

elnews

સુરત : નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના ફેઝ-૧ના કાર્યોનું લોકાર્પણ કરશે

elnews

ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ

elnews

Leave a Comment

error: Content is protected !!