25.5 C
Gujarat
March 19, 2025
EL News

વડોદરામાં મહિલાને માથાના ભાગે ઝાડું મારતા મહિલાનું મોત

Share
Vadodara :

મહિલાને માથાના ભાગે ઝાડું સાફ કરવાનો દસ્તો મારતા મહિલાનું મોત નિપજ્યું છે. પરંતુ દસ્તો મારીને આરોપી ફરાર થઈ ગયો હતો.  વડોદરા જિલ્લામાં આ ઘટના બની છે.
વાઘોડિયા તાલુકાના શ્રીપુર ટીંબી ગામની નવી નગરીમાં આ ઘટના બનતા ચકચારી મચી ગઈ છે.

PANCHI Beauty Studio
Advertisement

રસ્તો સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરનારા ગામના યુવક દ્વારા 40 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલાની હત્યા કરીને નાસી છૂટેલા યુવકના હત્યારાને પકડી પાડવા જિલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો… તહેવારોમાં બનાવો ખાસ પરવલની મીઠાઈ, જાણો સરળ રેસિપી

વાઘોડિયા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. નવીનગરીમાં રહેતા સીતાબેન ઉર્ફે ટીંકી રતિલાલ નાયક કે જેઓ હેન્ડપંપ પરથી પાણી લેવા માટે બહાર ગયા હતા. અને જ્યારે તે ઘરની બહાર નીકળ્યો ત્યારે તેણે શેરીમાં રહેતા અનિલ અરવિંદભાઈ રાઠોડિયા સામે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. રોષે ભરાયે અનિલ રાઠોડે તેમને માથામાં સાવરણાનો દસ્તો માર્યો હતો. દસ્તો મારી તે ફરાર થઈ ગયો હતો. બીજી તરફ પોલીસે જુદી જુદી ટીમો બનાવી હત્યારા અનિલ રાઠોડને ઝડપી લીધો હતો. અહી વાઘોડિયા પોલીસે અનિલ રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં થયા ગોઝારા અકસ્માત

elnews

28 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2023 દરમિયાન સાયન્સ કાર્નિવલ યોજાશે

elnews

અમદાવાદમાં સીએમના હસ્તે કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઉદઘાટન

elnews

Leave a Comment

error: Content is protected !!