37.3 C
Gujarat
April 24, 2024
EL News

અમદાવાદ ખાતે સાયન્સસિટી દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

Share
Ahmedabad :

ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વિજ્ઞાન દિવસ પ્રતિવર્ષ 10 નવેમ્બર ના રોજ સમાજમાં વિજ્ઞાન ના યોગદાનને બિરદાવવા અને વૈશ્વિક પ્રશ્નોના વૈજ્ઞાનિક સમાધાન માં નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા ઉજવવામાં આવે છે. તે રોજિંદા જીવનમાં વિજ્ઞાન ના મહત્વને પણ ઉજાગર કરે છે.

PANCHI Beauty Studio
Advertisement

આ વર્ષ ની પ્રવર્તમાન થીમ “બેઝીક સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ – ટકાઉ વિકાસ માટે મુળભુત વિજ્ઞાન” હતી. આ ઉજવણી અંતર્ગત વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન ના આંતરરાષ્ટ્રીય વર્ષ અંતર્ગત આ થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે 10 નવેમ્બરે વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિતે સહ અસ્તિત્વ સાથે વિકાસ ની દિશામાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે ભાવના યુવા પેઢીમાં વિકસાવવા વિશ્વ વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, સ્નાતકો, અનુસ્નાતકો, શિક્ષકો, નિષ્ણાતો વગેરે જોડાયા હતા.

ઉજવણી અંતર્ગત એક્સપર્ટ ટોક , ઈંટરેક્ટિવ સેશન તથા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સામુચિક હિતોના અભિગમ ને વધુ સારી રીતે સસ્મજવવા વિડીયો સ્ક્રિનિંગ નું પણ આયોજેએન કરવામાં આવ્યું હતું. ઈંટરેક્ટિવ સેશનમાં શ્રી સી યુ શાહ કોલેજના બાયોકેમેસ્ટ્રી વિભાગના હેડ પ્રોફેસર ડો. અજીત પંડ્યાએ વિદ્યાર્થીઓને સહઅસ્તિત્વના હિતોને ધ્યામાં રાખીને મૂળભૂત વિજ્ઞાનના ઉપયોગ વિશે જાણકારી આપી હતી. તથા સામુચિક હિતો પર ભાર મૂકી વિજ્ઞાન અને ટેક્નોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના પર ભાર મૂક્યો હતો.

ગુજરાત સાયન્સ સિટી મનોરંજન સાથે શિક્ષણનું મિશ્રણ છે. લોકોનું પસંદગીનું એડ્યુટેનમેંટ હબ બની ગયેલ સાયન્સ સિટી દ્વારા જન સમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને ખાસ કરીને યુવા પેઢીને વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી વૈશ્વિક હિતો સાથે વિકાસ માટે પ્રોત્સાહિત કરવા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ પોલીસ પૂર્વ IPSના કેસની તપાસ કરશે

elnews

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો

elnews

અમદાવાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા:

elnews

Leave a Comment

error: Content is protected !!