36.4 C
Gujarat
April 19, 2024
EL News

ફક્ત 10 રૂપિયાનું રોકાણ કરી બની શકો છો કરોડપતી

Share
Business :

 

Highest Return Mutual Fund:
મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Fund) ટૂંકા ગાળામાં બમ્પર રિટર્નનો સારો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં તમારે પરંપરાગત રોકાણો એટલે કે એફડી અને આરડી (FD & RD) ને બદલે મ્યુચ્યુઅલ ફંડ વિશે વિચારવું જોઈએ. તમારા માટે રોકાણ કરવું ખૂબ જ સરળ છે કારણ કે તમે તેમાં એફડીની જેમ રોકાણ પણ કરી શકો છો અને જો તમે ઇચ્છો તો માત્ર 10 રૂપિયા જેવી નાની રકમનું પણ રોકાણ કરી શકો છો. પરંતુ આપને જણાવી દઈએ કે તેની સાથે એક રિસ્ક ફેક્ટર પણ જોડાયેલું છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડોએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તમારે તેમાં રોકાણ કરતા પહેલા સારો અભ્યાસ કરવો જોઈએ. આવો જાણીએ મ્યુચ્યુઅલ ફંડ વિશે.
PANCHI Beauty Studio
Advertisement
રોજ ફક્ત 10 રૂપિયાનું કરો રોકાણ

મોંઘવારીના સમયમાં તમે બેંક વ્યાજની જેમ FD અને સેવિંગ એકાઉન્ટ કરતા સારી કમાણી કરી શકતા નથી. તેના માટે તમારે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માં રોકાણ કરવા વિશે વિચારવું જોઈએ. જો તમે પણ દરરોજ માત્ર 10 રૂપિયાની બચત કરવાનું શરૂ કરો છો, તો તમે થોડા વર્ષોમાં મજબૂત રિટર્ન મેળવી શકો છો. તેમાં તમારે દરરોજ 10 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જેથી તમે એક કરોડથી વધુની કમાણી કરી શકો. SIP લોકોને 18 ટકા સુધીનું રિટર્ન આપે છે. એટલે કે જો તમે 35 વર્ષ સુધી SIP માં દરરોજ 10 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 35 વર્ષ પછી 1.1 કરોડ રૂપિયાનું રિટર્ન મળશે.

આ પણ વાંચો… 5 કંપનીઓ નફો વહેંચશે,ડિવિડન્ડ આ અઠવાડિયે થઈ રહ્યું છે

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર મળશે શાનદાર રિટર્ન

છેલ્લા કેટલાક વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડ સારું રિટર્ન આપી રહ્યું છે. માર્કેટમાં ઘણા એવા ફંડ છે જેણે 12 ટકાથી 25 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. તે મુજબ જો તમે દર મહિને 600 રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડમાં SIP લો છો, તો 35થી 40 વર્ષમાં તમે 10 કરોડનું ફંડ બનાવી શકો છો. તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને તમારું ભવિષ્ય સંવારી શકો છો. આપને જણાવી દઈએ કે શેરબજારમાં તેજી હોય કે મંદી, મ્યુચ્યુઅલ ફંડ્સ પર કોઈ ફરક પડતો નથી. તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકો છો. આ રીતે ધીમે ધીમે તમે સારી રકમ એકત્ર કરશો.

SIPમાં રોકાણ કરવાના આ છે ફાયદા

SIP માં રોકાણ કરવાના ઘણા ફાયદા છે કારણ કે તમે SIP માં જેટલી રકમ રોકાણ કરો છો. તે રકમ વિવિધ ક્ષેત્રની મોટી કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. આમાં રોકાણ કરવાનો એકમાત્ર ફાયદો એ છે કે તમે તેનાથી વધુ નફો મેળવી શકો છો. જો કે તમારે રોકાણ કરતા પહેલા સેબી અને એએમએફઆઈ (SEBI Rule & AMFI Rule) દ્વારા જારી કરાયેલા નિયમોને ધ્યાનપૂર્વક વાંચવા જોઈએ.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ બેંકોના શેર દિવાળી પહેલા તમારા પોર્ટફોલિયોમમાં એડ કરો

elnews

શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 160 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી લાલ

elnews

આ સરકારી બેંકની FD પર મળી રહ્યું છે જોરદાર વ્યાજ

elnews

Leave a Comment

error: Content is protected !!