EL News

અટલ ફૂટ બ્રિજ પર ચાલવા માટે આપવા પડશે રૂપિયા

Share
Ahmedabad :

અમદાવાદ શહેરની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ પર એક ફૂટ બ્રિજ બનાવમાં આવ્યો છે અને આ બ્રિજે સાબરમતી નદીની આર્કષણમાં વધારો કર્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ફૂટ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફૂટ બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે જો કે આ અટલ ફૂટ બ્રિજ પર ટિકિટ રાખવામાં આવતા પ્રજામાં નારાજગી જોવા મળી રહી છે. અમદાવાદમાં અટલ ફૂટ બ્રિજ પર ચાલવા માટે 12 વર્ષથી લઈને 59 વર્ષના વ્યક્તિ માટે રૂપિયા 30 રાખવામાં આવ્યા છે જયારે 12 વર્ષથી નીચેના બાળકો તેમજ સિનિયર સીટીઝન માટે 15 રૂપિયા ટિકિટનો દર રાખવામાં આવ્યો છે અને વિકલાંગ વ્યક્તિ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવાં આવ્યો છે.

જાહેરાત
Advertisement
સાબરમતી નદી પર બનેલો અટલ ફૂટ બ્રિજ ટિકિટોના દરને કારણે ચર્ચામાં

હાલ સમગ્ર ગુજરાતમાં સાબરમતી નદી પર બનેલો અટલ ફૂટ બ્રિજ ટિકિટોના દરને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં તો મેસેજ પણ વાયરલ થવા લાગ્યા છે કે સાબરમતી નદી વિશ્વની પ્રથમ નદી છે જેને બસથી કે રીક્ષાથી પાર કરતા 5 રૂપિયા લાગે છે અને ચલતા જતા 30 રૂપિયા આપવા પડશે. સાબરમતી નદી પર ઘણા બ્રિજ આવેલા છે પરંતુ આ અટલ બ્રિજ ખાસ છે અને કરોડોના ખર્ચે તૈયાર થયો છે.

આ પણ વાચો…ડાયાબિટીસથી હૃદયને આ એક વસ્તુથી બચાવો.

હજુ થોડા દિવસ પહેલા જ નરેન્દ્ર મોદીએ આ અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે હવે આ બ્રિજ પર ચાલવા માટે પણ રૂપિયા આપવા પડશે તે પણ ફક્ત અળધા કલાક માટે જ 30 રૂપિયા જેટલી રકમ રાખવામાં આવી છે. આ પ્રમાણે 1 મિનિટનો 1 રૂપિયો થયો. આ અટલ બ્રિજ સવારે 9 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.  જો કોઈપણ વ્યક્તિએ આ અટલ બ્રિજની સાથે સાથે ગાર્ડન મુલાકાત લેવી હોય તો તે માટેની ટિકિટ 40 રૂપિયા નક્કી કરાઇ છે. આ ટિકિટોના દર 1લી  સપ્ટેમ્બર એટલે કે આવતી કાલથી અમલમાં મુકાશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વિધાનસભા પહેલા ભાજપ રાજ્યમાં મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.

elnews

સુરત: ડિંડોલીમાં લગ્નના એક મહિનામાં જ પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત,

elnews

સુરત: સાતમ-આઠમમાં ST 100 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવાશે

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!