EL News

ભારતમાલા પરિયોજના ફરી વિવાદમાં, ખેડૂતો પહોંચ્યા હાઈકોર્ટમાં

Share
Ahmedabad, EL News

ભારતમાલા પરિયોજના ફરી વિવાદમાં આવી છે. કેમ કે, આ મામલે ખેડૂતોએ હાઈકોર્ટમાં રજૂઆથ કરી હતી. થરાદ અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

Measurline Architects

  • ભારતમાલા પરિયોજના ફરી વિવાદમાં
  • થરાદ અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ વેનો મામલો
  • ગેરકાયદેસર જમીન સંપાદન થયું હોવાની રજૂઆત
  • જમીન સંપાદન મામલે નિયમોની અમલવારી ના થઈ હોવાનો આક્ષેપ
  • ખેડૂતોના આર્થિક નુકસાન સાથે પાક પર્યાવરણને પણ નુકસાનનો આરોપ
  • ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં કરાઈ રજૂઆત

 

આ પણ વાંચો…ઉનાળામાં આમલીનું પાણી પાચનને સ્વસ્થ રાખે છે

ગેરકાયદેસર જમીન સંપાદન થયું હોવાની રજૂઆત હાઈકોર્ટમાં અરજી મારફતે આક્ષેપ સાથે કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં આ મામલે રજૂઆત કરવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવેના ચાલી રહેલા કામથી ખેડૂતોને નુકસાન થવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

જમીન સંપાદન મામલે નિયમોની અમલવારી ના થઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સરકારે આ વિસ્તારને પ્રાઈમ એગ્રિકલ્ચ ઝોન જાહેર અગાઉ કર્યો હતો ત્યારે મિશ્ર ધાન્યની સારી ઉપજવાળ ક્ષેત્રોમાં આ પ્રકારની કાર્યવાહીથી નુકસાનની આશંકા પણ ખેડૂતો દ્વારા સેવવામાં આવી રહી છે.

ખેડૂતોના આર્થિક નુકસાન સાથે પાક પર્યાવરણને પણ નુકસાનનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે,. જો કે, આ સમગ્ર મામલે અરજીમાં કેન્દ્ર સરકાર, જિલ્લા કલેક્ટર પક્ષકાર ઉપરાંત એનએચએઆઈ અને જિલ્લા મેજિસ્ટ્રેટને પક્ષકાર બનાવાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જૂનાગઢમાં 180 શખ્સો રાઉન્ડ અપ,વૃદ્ધનું મોત નીપજતા હત્યાનો ગુનો

elnews

અદાણી ગૃપના યોગ ઇન્સ્ટ્રક્ટરે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

elnews

ખાનગી ટ્રાવેલ્સના જાહેરનામામાં 2004 પછી કરાયો આ ફેરફાર

elnews

Leave a Comment

error: Content is protected !!