32.1 C
Gujarat
May 16, 2024
EL News

બાપુનગર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે

Share
Ahmedabad, EL News

એસ્ટેટમાં આવેલા 179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. 179 શેડમાંથી માત્ર 15 પાસે જ લાયસન્સ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે ભીષણ આગ લાગી હતી જે આગને બુઝાવવા માટે મોટી મહેનત ફાયરના જવાનો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે અહીં કેટલાક શેડ ગેરકાયદેસર હોવાની વિગતો સામે આવી છે.

Measurline Architects

ગઈકાલે અમદાવાદમાં બાપુનગરની આગ વિકરાળ બની હતી. 25 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ગઈકાલે આગના કારણે ફફટાડ પેઠો હતો. કેમ કે, ગઈકાલે મોટી જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાનું કારણ હજૂ પણ અકબંધ છે.

આ પણ વાંચો…Adani University and Academy of HRD collaborate on Research Programs and more.

ચારેકોર ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ત્યાં આવેલા સેડ જો ગેરકાયદેસર છે તો તેને લઈને અનેક સવાલો પણ કોર્પોરેશન સામે ઉડી શકે છે. ગઈકાલે ફટાકડાના કારણે બ્લાસ્ટ થતા હોય તેવા અવાજો આવતા હતા.  ત્યારે લોકોને ખસેડવાની પણ ફરજ પડી હતી. આ પ્રકારની સ્થિતિ ગઈકાલે હતી.

અનેકવાર મનપાનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને મેયર કિરિટી પરમારે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અમદાવાદ બાપુનગર વિસ્તારમાં લાગેલી આગમાં ઘણા સેડ ગેરકાયદેસર હોવાના મામલે આ ખુલાસો પણ થયો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

દીનુમામાએ બરોડા ડેરીના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું!

elnews

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનશે

elnews

દહેગામ હાઇવે પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

elnews

Leave a Comment

error: Content is protected !!