37.5 C
Gujarat
April 27, 2024
EL News

હજીરામાં બે સગી બહેનો રમતા-રમતા તળાવમાં પડી

Share
Surat, EL News
સુરતના હજીરા વિસ્તારમાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. અહીં, તળાવમાં ડૂબા જતા બે સગી બહેનોના મોત નીપજ્યા છે. આ ઘટના બાદ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Measurline Architects
મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાજનોએ શોધખોળ આદરી
સુરતના હજીરા વિસ્તારમાં આવેલ AMNS કંપનીના ટાઉનશીપમાં વર્ષોથી રહેતા પરિવારની બે માસૂમ દીકરીઓના મોતથી પરિવારજનો પર આભ ફાટ્યું છે. છ વર્ષની રેણુપ્રિયા મહેન્દ્ર વેરાઈદમ અને નવ વર્ષની કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમ ઘર નજીક રમવા ગઈ હતી. દરમિયાન રમતા-રમતા AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલા તળાવમાં બંને પડી જતા ડૂબી હતી અને બંનેનું કરૂણ મોત નીપજ્યું હતું. મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાજનોએ બાળકીઓની શોધખોળ આદરી હતી. દરમિયાન બંને બાળકીઓના મૃતદેહ AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલ તળાવમાંથી મળી આવ્યા હતા.
બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયા
પરિજનો અને ટાઉનશીપના સ્થાનિકો દ્વારા બંને બાળાઓને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. જો કે, ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કરી હતી. બંને સગી માસૂમ બહેનોના મોતથી પરિવાર સહિત સમગ્ર ટાઉનશીપ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે. આ મામલે હજીરા પોલીસે બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ

elnews

પીપલોદ વિસ્તારમાં રીલાયન્સ સ્માર્ટ બજારમાં લાગી આગ

elnews

સુરત: પીપલોદમાં કરંટ લાગતા કડિયા કામ કરતા યુવકનું મોત

elnews

Leave a Comment

error: Content is protected !!