26.9 C
Gujarat
May 6, 2024
EL News

ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ,

Share
  Business, EL News

તેલ કંપનીઓએ આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નાઈમાં પણ પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
Measurline Architects
જાણો તમારા શહેરમાં કિંમત કેટલી છે

તમે SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જઈને તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને IOCLની વેબસાઈટ પરથી મળશે.

આ પણ વાંચો…  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

તમને જણાવી દઈએ કે દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ પોતે જ ગ્રાહકોને અંતે ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ બેંકોના શેર દિવાળી પહેલા તમારા પોર્ટફોલિયોમમાં એડ કરો

elnews

આ શેરે રોકાણકારોને 307281% વળતર આપ્યું

elnews

SBIએ આપ્યા મોટા સમાચાર, આજથી FDના વ્યાજદરમાં વધારો

elnews

Leave a Comment

error: Content is protected !!