37.8 C
Gujarat
May 1, 2025
EL News

કાલુપુરના શાકબાજીના હોલસેલ માર્કેટમાં ભીષણ આગ,

Share
 Ahemdabad, EL News

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં શનિવારે મોડી રાતે વિકરાળ આગ લાગ્યની ઘટના બની હતી.  શાકભાજીના હોલસેલ માર્કેટમાં આવેલી એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોતા-જોતા આગે વિકારાળ સ્વરૂપ ધારણ કરી તેની નજીક આવેલી કુલ 26 જેટલી દુકાનને પોતાની ચપેટમાં લીધી હતી. આગના બનાવના કારણે વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરતા 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી હતી અને પાણીનો મારો ચલાવી મહાજહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.
PANCHI Beauty Studio
શાક માર્કેટના હોલસેલની દુકાનમાં અચાનક આગ લાગી

મળતી માહિતી મુજબ, શનિવારે મોડી રાતે કાલુપુર શાક માર્કેટના હોલસેલની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આ આગ જોતા જોતા એટલી વિકરાળ બની કે તેણે નજીકની અન્ય એક પછી એક આમ કુલ 26 દુકાનોને પોતાની ચપેટમાં લીધી હતી. આ દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આગના બનાવથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડના જાણ કરાતા કુલ 10 જેટલી ગાડીઓ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો શરૂ કરી આગ બુઝાવવા કામગીરી હાથ ધરી હતી.

કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો 

આ પણ વાંચો… આદિવાડાના એક ઘરમાં પોલીસની રેડ, રૂ. 30 હજારનો વિદેશી દારૂનો જપ્ત

કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ, દુકાનની અંદરનો સામાન બળીને ખાખ થતા મોટું નુકસાન થયું હતું. જો કે, આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

ચોમાસામાં વધે છે ડાયરિયાની સમસ્યા, આનું સેવન કરો થશે રાહત.

elnews

ઝાલોદ તાલુકા પંચાયત ના મનરેગા શાખા ના આસી. વર્ક મેનેજર લાંચ લેતા ઝડપાયા

elnews

અમદાવાદ -STP પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલા પાણીના લેવાયેલા નમૂનામાંથી મોટાભાગના ફેલ

elnews

Leave a Comment

error: Content is protected !!