37.6 C
Gujarat
May 16, 2024
EL News

અમદાવાદમાં એક જ સપ્તાહમાં આંખના ચેપના 2300 થી વધુ કેસ

Share
Ahmedabad, EL News

શહેરમાં આંખ આવવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સિવિલ હોસ્પિટલમાં વધુ કેસો જોવા મળી રહ્યા છે.  એક અઠવાડીયામાં આંખ આવવાના કેસો 2300થી વધુ નોંધાયા છે. અસારવા ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કેસો વધી રહ્યા છે. એક સપ્તાહમાં અહીં પણ 500થી વધુ કેસો આંખ આવવાના નોંધાયા છે.

Measurline Architects

રોજના 411 કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય પ્રાઈવેટ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આ મામલે અન્ય વધુ દવાઓની માગ કરવામાં આવી છે આ સાથે જ મેડિકલોમાં પણ આંખ આવવાની દવારુપે જે ડ્રોપ્સ આપવામાં આવે છે તેની ડિમાન્ડમાં મોટો વધારો થયો છે.

આ પણ વાંચો…વાંસના પાનથી મટશે પેટના અલ્સર, જાણો તેના ફાયદા અને ઉપયોગની રીત

અમદાવાદમાં લગભગ દરેક સોસાયટીઓ અને ઘરોમાં આ પ્રકારે આંખ આવવાના કેસો જોવા મળી રહ્યા છે. જેમાં આ ચેપ લાગતા સંખ્યા પણ વધી રહી છે. ત્યારે આ બાબતે સ્વચ્છતા સહીતની કાળજી પણ લેવી જરુરી છે. આંખ આવવાના કેસો ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ આ સિઝન દરમિયાન અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યા છે. જેથી લોકો અન્ય કોઈને ચેપ ન લાગે તે માટે કાળા ચશ્મા પહેરીને ફરતા હોય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લા પંચાયત તથા દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન કર્યું

elnews

ગુજરાતમાં 24 નવી GIDCs માટે અંતિમ બિડિંગ પ્રક્રિયા શરૂ

elnews

રાજ્યમાં ઠંડી ઘટતા શાળાઓના સમય રાબેતા મુજબ

elnews

Leave a Comment

error: Content is protected !!