40.1 C
Gujarat
May 9, 2024
EL News

Sports: વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

Share
Mahisagar, Shivam Vipul Purohit:

આજ રોજ ઈન્દીરા મેદાન, લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાના સ્પે.ખેલમહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના ૫૦૦ થી વધુ દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા આ સ્પે.ખેલમહાકુભ માં ઉમળકાભેર ભાગ લેવામાં આવ્યો હતો.

જિલ્લા રમત વિકાસ અધિકારી મહીસાગર ની કચેરી અને બ્લાઇન્ડ એશોશીએશન દાહોદ સંસ્થાના નોડલ સ્થાને આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે આનંદ પાટીલ (આઇ.એ.એસ), પ્રાંત અધિકારી લુણાવાડા, દક્ષેશ કહાર, જિલ્લા રમત વિકાસ અધિકારી મહીસાગર, યુસુફભાઈ કાપડીઆ મહામંત્રી બ્લાઇન્ડ એશોશીએશન દાહોદ, અને મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ અને તેમના વાલીઓ, અને ખેલાડીઓ ના પ્રશિક્ષક ગણ હાજર રહ્યા હતા.

Mahisagar, The Eloquent Magazine
Mahisagar, The Eloquent Magazine

જિલ્લા કક્ષાએ વિજેતા ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રથમ ને ૫૦૦૦, દ્રિતિય ને ૩૦૦૦, અને તૃતીય ને ૨૦૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવશે. તથા જિલ્લા કક્ષાએ વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. એવું દક્ષેશ કહાર જિલ્લા રમત વિકાસ અધિકારી મહીસાગર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ગુજરાત જાયન્ટ્સ વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર છે

Related posts

પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા

elnews

મહેસાણા: તંત્ર કોઈ એક્શન લેશે કે કર્મચારીઓ ને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા મજબુર કરશે…

elnews

ટાઇટ કપડા પહેરતા લોકો, સ્વાસ્થ્યની થશે આવી દશા..

elnews

Leave a Comment

error: Content is protected !!