28.7 C
Gujarat
April 28, 2024
EL News

પંચમહાલ જિલ્લામા વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને ઠેર ઠેર મળી રહ્યો છે જન પ્રતિસાદ, ગુજરાતે દરેક ક્ષેત્રોમાં વિકાસ અને ગુજરાતીઓના પુરુષાર્થ થકી વિશ્વ ફલક ઉપર આપી ઓળખ.

Share

Panchmahal: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું
આયોજન કરવામાં આવ્યું છે.આ અંતર્ગત પંચમહાલ જિલ્લામા વિકાસ યાત્રા રથને ઠેર ઠેર સમર્થન મળી
રહ્યુ છે. આ અંતર્ગત ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે રથ પહોચ્યો હતો ત્યારે પરંપરાગત રીતે ઢોલ
નગારાના નાદ સાથે હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર અને ગ્રામજનો દ્વારા રથના વધામણાં કરવામાં
આવ્યા હતા. આ સાથે ૮૦૦થી પણ વધારે ગ્રામજનોની હાજરીમા નવિન ૩૯ વિકાસના કામોની જાહેરાત
તથા ૦૪ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ સાથે અત્રે ૧૯૪ લાભાર્થીઓને મંજૂરી
હુકમ,પ્રમાણપત્ર અને કીટસનું વિતરણ કરાયુ હતુ.

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નંબર ૦૧ ગોધરા (Godhra) તાલુકાના લાડપુર ખાતે પહોચ્યો હતો. જ્યાં
ગ્રામજનોની હાજરીમા નવિન ૧૫ વિકાસના કામોની જાહેરાત અને લાભાર્થીઓને સહાયના પ્રમાણપત્ર
એનાયત કરવામાં આવ્યા હતા.આ સાથે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં
ગ્રામજનો દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’રથને વધાવી રહ્યા છે. આ રથયાત્રા આગામી ૧૯ જુલાઈ સુધી પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોની અંદર પ્રસ્થાન કરશે.


ગુજરાતના છેલ્લા ૨૦ વર્ષોમાં વિકાસના એકય ક્ષેત્રને વંચિત રાખ્યું નથી. ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસના નવા જ આયામો પ્રસ્થાપિત કર્યા છે. દરેક ક્ષેત્રોમાં વિકાસ અને ગુજરાતીઓના પુરુષાર્થે ગુજરાતને વિશ્વ ફલક ઉપર મૂકી દીધું છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં કૃષિથી માંડીને ઉદ્યોગ , પીવાના પાણીથી માંડીને આંતરમાળખાકીય સવલતો, શિક્ષણથી માંડીને રોજગાર, પરિવહનથી માંડીને પ્રવાસન જેવાં તમામ ક્ષેત્રે ગુજરાતે વિકાસની સિધ્ધીઓ હાંસલ કરી છે.

Related posts

જૂનાગઢમાં 180 શખ્સો રાઉન્ડ અપ,વૃદ્ધનું મોત નીપજતા હત્યાનો ગુનો

elnews

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

elnews

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી

elnews

Leave a Comment

error: Content is protected !!