28.6 C
Gujarat
May 6, 2024
EL News

તો હવે સોના માં રોકાણ કરો તે પહેલાં આટલું ઘ્યાન અવશ્ય રાખજો.

Share
જાણવા જેવું:

પરિણીત મહિલાઓ છે તેઓ 500 ગ્રામ અને જે અવિવાહિત મહિલાઓ છે તેઓ 250 ગ્રામ સોનું ઘરમાં રાખી શકે છે. તે જ સમયે પુરુષો 100 ગ્રામથી વધુ સોનાના ઘરેણાં પોતાની સાથે નથી રાખી શકતા. આ લિમિટ કરતા વધુ સોનું મળે તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.

સ્ત્રોત જણાવ્યા વિના ઘરમાં સોનુ રાખવા માગે છે તો તેની એક લિમિટ છે

ભારતના લોકોમાં સોના પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. હવે સોનાની કિંમત 54,080.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો તમે તમારા ઘરમાં સ્ટોર કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ જાણી લેજો કે આયકર નિયમો મુજબ સામાન્ય વ્યક્તિ ઘરમાં કેટલું સોનુ રાખી શકે છે.

આયકર નિયમો અનુસાર, જો કોઈ સોનુ ક્યાંકથી આવ્યું છે અને તેનો ચોક્કસ સ્ત્રોત અથવા પુરાવો રજૂ કરે છે તો ઘરમાં ઈચ્છે તેટલું સોનુ રાખી શકે છે. પણ જો કોઈ આવકનો સ્ત્રોત જણાવ્યા વિના ઘરમાં સોનુ રાખવા માગે છે તો તેની એક લિમિટ છે.

નિયમો હેઠળ પરિણીત મહિલા ઘરમાં 500 ગ્રામ, અપરિણીત મહિલા 250 ગ્રામ અને પુરુષ માત્ર 100 ગ્રામ સોનુ આવકના પુરાવા વિના રાખી શકે છે. ત્રણેય કેટેગરીમાં ચોક્કસ લિમિટમાં સોનુ ઘરમાં રાખવા પર આયકર વિભાગ સોનાના ઘરેણા જપ્ત નહીં કરે.

 

જો આ લિમિટ કરતા વધારે સોનુ રાખ્યું તો?

જો અલગ-અલગ કેટેગરીના લોકો માટે નક્કી સીમા કરતા વધુ સોનુ ઘરમાં રાખવામાં આવે છે તો વ્યક્તિએ આવકનો પુરાવો આપવો પડશે. સોનુ ક્યાંથી આવ્યું તે પુરાવા સાથે આયકર વિભાગને જણાવવાનું રહેશે.

સીબીડીટીએ 1 ડિસેમ્બર 2016ના રોજ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ નાગરિક પાસે વારસામાં ગોલ્ડ સહિત તેની પાસે ઉપલબ્ધ સોનાનો ચોક્કસ સ્ત્રોત છે અને તેનું પ્રમાણ આપી શકે છે તો નાગરિક જોઈએ તેટલી ગોલ્ડ જ્વેલરી અથવા ઘરેણા રાખી શકે છે.

 

આયકર એટલે કે ઈન્કમટેક્સ રિટર્નમાં આપવી પડે છે વિગતો

જો કોઈ વ્યક્તિની કર યોગ્ય વાર્ષિક આવક 50 લાખ રૂપિયા કરતા વધારે છે તો તેને ઈન્કમટેક્સ રિટર્નમાં ઘરેણાં અને તેની વેલ્યુનું વિશ્લેષણ કરવું પડે છે. યાદ રાખો કે રિટર્નમાં ઘરેણાંની જાહેર કરાયેલી વેલ્યુ અને તેની વાસ્તવિક વેલ્યુમાં કોઈ અંતર હોવું જોઈએ નહીં, નહીં તો તેનું કારણ જણાવવાનું રહેશે.

 

ગીફ્ટ અથવા વારસામાં મળેલું સોનુ ટેક્સેબલ નથી

જો કોઈને ગિફ્ટ તરીકે 50000 રૂપિયાથી ઓછી ગોલ્ડ જ્વેલરી મળે છે અથવા વારસામાં ગોલ્ડ, ગોલ્ડ જ્વેલરી અથવા ઘરેણાં મળે છે તો તે કરપાત્ર નથી.

પણ, આ કેસમાં સાબિત કરવાનું રહેશે કે આ સોનુ ગિફ્ટેડ છે કે પછી વારસામાં મળ્યું છે. જો વારસામાં સોનુ મળ્યું છે તો ફેમિલી સેટલમેન્ટ એગ્રીમેન્ટ, વારસા અથવા ગોલ્ડ ગિફ્ટરૂપે ટ્રાન્સફર કરાવવા માટેના એગ્રીમેન્ટ વગેરે પ્રૂફ કામ આવી શકે છે. જો ગોલ્ડ ગિફ્ટેડ છે તો જેણે આપ્યું છે તેના નામ પર બિલ જેવી વિગતો કામ આવી શકે છે.

તો હવે સોના માં રોકાણ કરો તે પહેલાં આટલું ઘ્યાન અવશ્ય રાખજો.


આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

રાજકોટમાં રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો

elnews

ટીમ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનને શિક્ષણ મંત્રીના હસ્તે અપાયું સન્માન

elnews

જુલાઈના આ દિવસોમાં 4 રાશિઓ માટે નહીં રહે પૈસાની કમી, મિથુન રાશિમાં શુક્ર અને બુધ, બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ.

elnews

Leave a Comment

error: Content is protected !!