EL News

ગાંધીનગર જતા પીએમ મોદીએ પોતાનો કાફલો રોકાવ્યો હતો

Share
Gandhinagar :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ ગઈકાલે સુરત અને ભાવનગરમાં રોડ શૉ કર્યા બાદ કરોડોના વિકાસકાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આજે પીએમ મોદીએ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.

Measurline Architects
Click Advertisement To Visit

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત અને મેટ્રો ટ્રેનની ભેટ ગુજરાતને આપ્યા બાદ અમદાવાદના થલતેજ ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ સભાને સંબોધીને મોદી ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં પોતાના કાફલાને રોકી દીધો હતો. પીએમ મોદીએ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે પોતાના કાફલાને રોકી દીધો હતો. પીએમ મોદીએ પોતાની કારને ઉભી રાખી દીધી હતી અને જેથી પોતાની કાફલો ઉભો રહી ગયો હતો જેનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઇ હતી જેને કારણે પીએમની પ્રશંસા થઇ રહી છે.

આ પણ વાંચો… અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી ગાંધીનગર ખાતે રાજભવન જતા હતા ત્યારે આ કાફલાને એમ્બ્યુલન્સ માટે થોડીવાર માટે રોકી દેવામાં આવ્યો હતો. પીએમ મોદી રાજભવન પહોંચીને આગામી કાર્યક્રમ અને વિપક્ષ સામે નવી રાણીનીત સહીતના મુદ્દે ચર્ચા કરી હોવાની શક્યતા સેવાઈ રહી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews 

Related posts

સુરત: મોંઘવારીની આડઅસર, શાકભાજી માર્કેટમાંથી ચોર ટાંમેટા ચોરીને ફરાર

elnews

દશામાના વ્રત: જાણો ગોધરા નાં મુર્તિકાર જે ઇંટો નાં ધંધામાં થી મુર્તિ નાં વ્યવસાય માં જોડાયાં, જાણો મુર્તિ બનાવવાની શરૂઆત ક્યારથી થાય છે અને કેવી રીતે બને છે…

elnews

અદાણી જૂથ કેરળમાં ₹ 30,000 કરોડનું રોકાણ કરશે, કેરલ ગ્લોબલ સમિટમાં જાહેરાત

elnews

Leave a Comment

error: Content is protected !!