39.1 C
Gujarat
May 2, 2024
EL News

નરેશ પટેલ પ્રથમ વખત સ્ટેજ પરથી કહી રાજકારણની વાત

Share
Rajkot:

ચૂંટણી બાદ નરેશ પટેલે રાજકારણ ના કરીએ તો કામ ના ચાલે તેમ કહ્યું હતું. ચૂંટણી ગયા પછી નરેશ પટેલ હવે કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલ ચર્ચાનું કેન્દ્ર જે રીતે બન્યા હતા ત્યારે ચોક્કસથી સૌ કોઈને લાગતું હતું કે, નરેશ પટેલ રાજકારણમાં જોડાશે. પરંતુ ખોડલધામ તરફથી નરેશ પટેલને રાજકારણમાં આવવું જોઈએ કે નહીં તેને લઈને સર્વે પણ કરાવાયો હતો. જો કે, આખરે તેમને રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.

PANCHI Beauty Studio

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમ વખત રાજકારણ વિશે વાત જાહેર સ્ટેજ પર કરી હતી. નરેશ પટેલે આજે સાકરિયા પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે અંતર્ગત નરેશ પટેલે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ભાષણ દરમિયાન નરેશ પટેલે રમેશ ટીલાળાને રાજકોટમાં જંગી લીડથી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ સાથે વધુમાં જણાવ્યું હુતં કે, ઘણી વખત લોકો કહે છે કે તમે સામાજિક કામ કરો છો અને રાજકારણ પણ કરો છો. ત્યારે અહીં બેઠેલા સાકરિયા પરિવારના કેટલાક સભ્યોને પૂછો કે અમે રાજકારણ ન કર્યું હોત તો અમારું કામ ન થયું હોત. ચૂંટણી ગયા પછી નરેશ પટેલ આજે સ્ટેજ પરથી સંબોધન કરતા રાજકારણની વાત કરી હતી અને રાજકારણ ના કરીએ તો ના ચાલે તેવો નિર્દેશ આપ્યો હતો.

નરેશ પટેલ કોઈને કોઈ વાતને લઈને આ વખતે ચૂંટણી પહેલા ચર્ચામાં રહ્યા છે.  તેમની આપથી લઈને ભાજપ અને કોંગ્રેસ એમ ત્રણેય પક્ષમાં જોડાવવાને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું, અગાઉ તેઓ રાજકીય ક્ષેત્રે સક્રીય થશે કે કેમ તેને લઈને તેમને પી.કે. રાજકીય વિશ્લેષક સાથે પણ મિટીગો કરી હતી ત્યારે તેમને આખરે રાજકીય ક્ષેત્રે આવવાનું નહીં સમાજ સેવા કરવાનું જ વિચાર્યું હતું. ત્યારે ફરી ચૂંટણી બાદ તેઓ વાત કહેતા જોવા મળ્યા હતા.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગાંધીનગરમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

elnews

અમદાવાદ: એક માથાભારે યુવકે ઈસનપુર પોલીસને ધમકી આપી

elnews

યુવકની કરામત, વેસ્ટ લાકડામાંથી ઈકોફ્રેન્ડલી ઘડીયાળો બનાવી

elnews

Leave a Comment

error: Content is protected !!