28.6 C
Gujarat
May 2, 2025
EL News

રાજકોટ ના પાસે નર્સ સાથે દુષ્કર્મ કરવાની કોશિશ

Share
Rajkot, EL News:

માધાપર પાસે રહેતી અને સિવીલ હોસ્પીટલમાં કરજ બજાવી રાત્રે ઘરે જતી નર્સને માધાપર ચોકડી પાસે અજાણ્યા શખ્સે આંતરી મારકુટ કરી નજીકમાં આવેલી ઝાળીમાં ઢસડીને લઈ જઇ દુષ્કર્મનો પ્રયાસ કરી તેના પર નિર્લજ હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.જે મામલે ગાંધીગ્રામ પોલીસે બનાવના 11 દિવસ બાદ ગુનો નોંધી અજાણ્યા આરોપીને ઝડપી લેવા મથામણ કરી છે.

Measurline Architects

નિર્ભયા કાંડ જેવી ઘટના અટકી જવા છતાં પણ પોલીસે ગુનાની ગંભીરતાને સમજ્યા વગર બનાવના 11-11 દિવસ બાદ ગુનો નોંધ્યો હતો. જેમાં હજુ પણ આરોપી પોલીસની પકડથી દૂર હોવાથી ભોગ બનનાર પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક ફલેટમાં રહેતી અને મુળ રાજસ્થાની યુવતી સિવીલ હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોય જે ગત તા.20મી જાન્યુઆરીના શુક્રવારે રાત્રે સિવીલ હોસ્પીટલમાં પોતાની ફરજ પુરી કરી રિક્ષામાં ઘેર જતી હતી અને માધાપર ચોકડી પાસે રિક્ષામાંથી ઉતરી પગપાળા તેના ઘર તરફ જતી હતી.

આ પણ વાંચો…રાજકોટવાસીઓમાં આનંદ એશિયાટિક લાઈન સફારી પાર્ક બનશે

તે દરમ્યાન કાચા રસ્તા પર અંધારૂ હોય પાછળથી કોઈ દોડીને આવતું હોવાનું જણાતા તેને પાછળ નજર કરતા એક કાળા કલરના જાકીટ પહેરેલ અને થોડી દાઢી વાળો શખ્સ ધસી આવી યુવતી કહી સમજે તે પહેલા તેને પાછળથી પકડી વાળ ખેંચી મારકુટ કરી નજીકમાં નાળાની ઝાળીમાં લઈ દુષ્કર્મના ઇરાદે ખેંચી જવાનો પ્રયાસ કરતા યુવતી એ પ્રતિકાર કરતા તેને ધક્કો મારી પછાડી દઈ ઢસડવાની કોશીષ કરતા યુવતીએ હિંમત પુર્વક સામનો કરી નાસી છુટી નજીકના એપાર્ટમેન્ટ પાસે આવી દેકારો કરતા લોકો એકઠા થઈ જતા શખ્સ નાસી જતા ધવાયેલી યુવતીને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. ગંભીર ગુનામાં પોલીસે અરજી પરથી તપાસનો દોર ચલાવ્યો હતો. પરંતુ બનાવના 11 દિવસ વિત્યા બાદ પોલીસની આંખ ખુલ્લી હતી અને ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે આખરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. આટલા દિવસ વીત્યા છતાં પણ આરોપી હજુ સુધી પોલીસની પકડથી દૂર આઝાદ ફરતો હોવાથી નર્સ ના પરિવારજનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મેળવે તેવી ફિલ્મ છે “લેન્ડ ગ્રેબિંગ”…

elnews

જૂનાગઢમાં 180 શખ્સો રાઉન્ડ અપ,વૃદ્ધનું મોત નીપજતા હત્યાનો ગુનો

elnews

ગુજરાતનું ઇ-સરકાર: સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ

elnews

Leave a Comment

error: Content is protected !!