34.2 C
Gujarat
May 9, 2025
EL News

અશ્લીલ વીડિયો જોતા પતિને પત્નીએ જીવતો સળગાવી દીધો

Share
Surat , EL News

સુરતથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા એક પતિને અશ્લીલ વીડિયો જોતા પત્નીએ રોક્યો તો પતિએ ઝઘડો કરી પત્ની પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી. સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું છે. આ મામલે ચોક બજાર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

PANCHI Beauty Studio

રસોઈ બાબતે પતિ-પત્ની વચ્ચે થઈ હતી તકરાર

આ પણ વાંચો…પીએમ કિસાન યોજના / આ ખેડૂતોને નહીં મળે 2 હજાર રૂપિયા,

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ધ્રુવતારક સોસાયટીમાં કિશોર પટેલ તેમની પત્ની કાજલ મિશ્રા સાથે રહે છે. કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો, જ્યારે મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી.  માહિતી મુજબ, બંને વચ્ચે લગ્ન જીવનમાં વારંવાર ઝઘડા થતા હતા. દરમિયાન રસોઈ બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ રાત્રે શરીર સંબંધ બાંધવા બાબતે પણ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ કાજલે તેના પતિ કિશોરને મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો જોતો રોક્યો હતો.

બાથરૂમમાં પડેલું ટર્પેન્ટાઈન જેવું પ્રવાહી છાંટી આગ લગાવી

બીજા દિવસે કાજલને છાતીમાં દુ:ખાવો ઉપડતા પતિને હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી. આથી, પતિ ઉશ્કેરાયો હતો અને બાથરૂમમાં પડેલું ટર્પેન્ટાઈન જેવું પ્રવાહી પત્ની પર છાંટી આગ ચાંપી હતી. ત્યાર બાદ ગંભીર રીતે દાઝી ગયેલી પત્નીને પતિ હોસ્પિટલ લઈ આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ મામલે જાણ થતા ચોકબજાર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આરોપી પતિની ધરપકડ કરી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

elnews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

elnews

સુરતના નીલગીરી ખાતે સભાને કરી રહ્યા છે સંબોધન પીએમ મોદી

elnews

Leave a Comment

error: Content is protected !!