28.6 C
Gujarat
May 2, 2025
EL News

પઠાણ રિલીઝ-અમદાવાદના દરેક થિયેટરની બહાર તૈનાત પોલીસ

Share
Ahmedabad, EL News:

અમદાવાદ – બોલીવૂડ ફિલ્મ પઠાણ રિલીઝ થઈ છે. શહેરના દરેક થીયેટર અને મલ્ટીપ્લેક્સમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા દરેક મલ્ટિપ્લેક્સ, થીયેટર મોલ બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફિલ્મ રીલીઝ મામલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફિલ્મનો વિરોધ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવા શહેર પોલીસે જનતાને પણ અપીલ કરી છે.

PANCHI Beauty Studio

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આજે રીલીઝ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં પઠાણ ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહેલા બજરંગ દળે ગઈકાલે  નવું વલણ અપનાવ્યું છે. સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાંથી અશ્લીલ શબ્દો અને દ્રશ્યો હટાવ્યા બાદ હવે તે સંતુષ્ટ છે, આવી સ્થિતિમાં ગુજરાતમાં સંગઠન હવે ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યું નથી. જો અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને અત્યારે પોલીસ ખડેપગે તહેનાત છે.

આ પણ વાંચો…પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધિત આદેશો જારી કર્યા

હિન્દુ સંગઠનોના વિરોધને કારણે મલ્ટિપ્લેક્સ માલિકોએ ગુજરાત સરકારને અપીલ કરી હતી. આ પછી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મલ્ટીપ્લેક્સ માલિકો સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે મલ્ટીપ્લેક્સને સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું હતું. જેને જોતા અત્યારે ફિલ્મના રીલીઝના દિવસે આજથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: રીક્ષા ચાલકની હેવાનિયત, 8 વર્ષની બાળકીનું અપહરણ કરી કર્યું ગંદું કામ

elnews

હીરા કારીગર મોરાડિયા બાદ હવે તેમની દીકરીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

elnews

ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે તેનું સૌ પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું

elnews

Leave a Comment

error: Content is protected !!