EL News

ખુશખબર, LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો

Share
 Business, EL News

LPG Gas Cylinder Price Today: 1 જૂનના રોજ મહિનાનાં પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેલ કંપનીઓએ 1 જૂનના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ (LPG Gas Cylinder Price) માં રાહત આપી છે. સરકારી ઓઈલ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર માટે હવે 1773 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ આ સિલિન્ડર 1856.50 રૂપિયાનું હતું. જો કે, ઘરેલું ગેસ સિલિન્ડર પહેલાના ભાવે જ મળશે.
Measurline Architects
હવાઈ મુસાફરી પર પડી શકે છે અસર

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ દ્વારા જેટ ફ્યુઅલ (એર ફ્યુઅલ) ના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવમાં આશરે 6,600 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે. નવા દરો 1 જૂનથી લાગુ કરવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેના માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ 1103 રૂપિયા ચૂકવવા પડશે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડના નવા ભાવ

દિલ્હીમાં ગેસ સિલિન્ડર 1856.50 રૂપિયાથી ઘટીને 1773 રૂપિયા પર આવી ગયો છે. કોલકાતામાં પહેલા 1960.50 રૂપિયાની સામે હવે 1875.50 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે, અગાઉ તે મુંબઈમાં 1808.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે હવે 1725 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તેની કિંમત 2021.50 રૂપિયાથી ઘટીને 1937 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો…    વરસાદથી ભરાયેલા પાણીના કારણે બેનરો લઈ લોકોમાં આક્રોશ

ATF ના ભાવમાં મોટો ઘટાડો

એલપીજી ઉપરાંત ઓઈલ કંપનીઓએ એટીએફની કિંમતમાં પણ ધરખમ ઘટાડો કર્યો છે. એક કિલોલીટરની કિંમત ઘટીને 6600 રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીમાં ATFની કિંમત પહેલા 95935.34 રૂપિયાથી ઘટીને 89,303.09 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મુંબઈમાં કિંમત 89348.60 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, જે હવે 83,413.96 રૂપિયા પ્રતિ કિલોલીટરના દરે ઉપલબ્ધ થશે. કોલકાતામાં રેટ ઘટીને 95,963.95 રૂપિયા પ્રતિ કિલોલીટર અને ચેન્નાઇમાં 93,041.33 રૂપિયા પ્રતિ કિલોલીટર થયો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગૌતમ અદાણી 20,000 કરોડનો FPO કેમ પાછો ખેંચાયો?

elnews

6 કંપનીના IPO : શેર બજારમાં રોકાણ કરવાની મળશે તક

elnews

જાણવા જેવુ / UPIનો ઉપયોગ કરતા લોકો માટે જરૂરી અપડેટ

elnews

Leave a Comment

error: Content is protected !!