32.6 C
Gujarat
May 11, 2024
EL News

જૂનાગઢમાં 180 શખ્સો રાઉન્ડ અપ,વૃદ્ધનું મોત નીપજતા હત્યાનો ગુનો

Share
 Junagadh, EL News

જુનાગઢ મનપાએ મજેવડી દરવાજા નજીક આવેલી દરગાહ ખાતે દબાણ અંગેની નોટીસ લગાવી તેના આધાર પુરાવા પાંચ દિવસમાં રજૂ કરવા જણાવ્યું હતું જેના કારણે લઘુમતી સમાજના લોકોના ટોળા મજેવડી દરવાજા ખાતે એકત્ર થયા હતા.

PANCHI Beauty Studio

પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો ત્યારે રોડ રોકીને ઉભેલા ટોળામાં સામેલ લોકોને રસ્તો ખુલ્લો કરવા સમજાવતા અમુક તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તેના કમાન્ડો મહિલા પીએસઆઇ કે.કે.મારુ સહિત પાંચને ઇજા થઈ હતી બાદમાં પોલીસે લાઠી ચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા આ સમયે જૂનાગઢમાં રહેતા ભોજાભાઇ સુત્રેજા મજેવડી દરવાજા પરથી પસાર થયા હતા ત્યારે તેઓ પડી જતા તેઓને સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેનું મોત થયું હતું

આ પણ વાંચો… દેશનું પ્રથમ પ્રાઈવેટ રેલવે સ્ટેશન પર મળશે એરપોર્ટ જેવી સુવિધા

મોડી રાત્રીના એબીસી ડિવિઝન અને એલસીબી અને એસઓજી સહિત પોલીસની છ ટીમ દ્વારા રાતથી કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું જે આજે પણ જારી રહ્યું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ પરના હુમલા મામલે વિવિધ સ્થળોએ કોમ્બિંગ દરમિયાન 180 જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જોબ સીકર્સ નહીં પરંતુ જોબ ક્રીએટર્સ બનો…

elnews

સુપોષણને પ્રોત્સાહન આપતા ડૉ. પ્રીતિ અદાણી નર્મદાના ગ્રામીણ સ્વયંસેવકોને મળ્યા

elnews

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત માનનીય વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ નિમિત્તે યોગ શિબિર યોજાઈ.

elnews

Leave a Comment

error: Content is protected !!