21.5 C
Gujarat
May 7, 2025
EL News

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ,

Share
 Surat, EL News

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં ચાલી રહેલા રેઢિયાળ કારભારને પગલે દર્દીઓની સાથે હવે અહીંના કર્મચારીઓને પણ ભારે હેરાનગીરીનો સામનો કરવો પડી રહ્યો છે. આયુષ્યમાન કાર્ડ અને વિકલાંગ સર્ટિફિકેટ બનાવવાની ઑફિસમાં છતમાંથી પાણી ટપકતું હોવાથી કર્મચારીઓ પરેશાન થયા છે.
PANCHI Beauty Studio
આયુષ્યમાન કાર્ડ અને વિકલાંગ સર્ટિફિકેટની ઑફિસની છતમાં લીકેજ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓની સાથે કર્મચારીઓ પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલમાં આવેલી આયુષ્યમાન કાર્ડ અને વિકલાંગ સર્ટિફિકેટ બનાવવાની ઑફિસની છતમાંથી પાણી ટપકતું હોવાથી ત્યાં કામ કરતા કર્મચારીઓને ભારે હાલાકી થઈ રહી છે. શહેરમાં ભારે વરસાદ થતા છતમાંથી પાણી ટપકતું હતું, જેના કારણે આખી ઓફિસમાં પાણી જ પાણી થઈ ગયું હતું અને ઑફિસમાં રાખેલો કોમ્પ્યુટર, પ્રિંટર સહિતનો સામનો પણ પલળી ગયો હતો.

દર વર્ષની સમસ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં

આ પણ વાંચો…    IRCTC વેબસાઇટ અટકી, રિઝર્વેશન કાઉન્ટર વધ્યા,

માહિતી મુજબ, આ મામલો અધિકારીઓના ધ્યાને આવતા ત્રણ મહિલા સરવન્ટને દોડાવી ઓફિસમાંથી ડોલ ભરી-ભરીને પાણી કાઢવામાં આવ્યું હતું. જ્યારે સ્ટાફે કહ્યું કે, આ સમસ્યા આ વર્ષની જ નથી પરંતુ, દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પરંતુ તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી અને તેનું રિપેરીંગ કરવાની પણ તસ્દી લેવામાં આવી રહી નથી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અનુજ પટેલ તબિયતમાં સુધારો, હેલ્થ બુલેટિન જાહેર

elnews

રાજકોટમાં ધોળે દિવસે ડોક્ટરના ઘરમાં થઈ ચોરી

elnews

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન…

elnews

Leave a Comment

error: Content is protected !!