29.9 C
Gujarat
May 10, 2024
EL News

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે

Share
Gandhinagar, EL News

ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સોમવારે એટલે કે 29 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. સોમવારે ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને વેસ્ટ ઝોન કાઉન્સિલની મહત્ત્વની બેઠક યોજાવવાની છે.

Measurline Architects

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે એટલે કે 29 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે વેસ્ટ ઝોન કાઉન્સિલની મહત્ત્વની બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. બેઠકમાં ત્રણેય રાજ્યો વચ્ચે વહીવટી કામ અને અન્ય મહત્ત્વના પ્રોજેક્ટનું સંકલન અંગે ચર્ચા કરાશે.

આ પણ વાંચો…ગુજરાત હવે રમત માં રહેશે અગ્રેસર

ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી અને ના. મુખ્યમંત્રી હાજર રહેશે

પ્રાપ્ત અહેવાલ મુજબ, ગાંધીનગરમાં મળનારી મહત્ત્વની બેઠકમાં મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેમ જ મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્યમંત્રી હાજર રહી શકે છે. બેઠકમાં ત્રણેય રાજ્યો વચ્ચે વહીવટી કામનું સંકલન અને અન્ય મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગેનું સંકલન કેવી રીતે સુવ્યવસ્થિત થઈ શકે તે અંગે ચર્ચા કરાશે. વર્ષમાં એકાદ બે વખત મળતી આ મહત્ત્વની બેઠક આ વખતે ગુજરાતમાં થવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઇને ભાજપ પક્ષ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટે રાત્રે 8:30 કલાકે અમદાવાદ પહોંચવાના છે. આ બેઠક સવારે 10 વાગ્યે શરૂ થશે અને બપોરે 2 કલાક સુધી ચાલશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ,

elnews

રાજકોટ જિલ્લાના કેસોની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર

elnews

56 સોલાર પેનલ ધરાવતું એશિયાનું સૌથી મોટું જહાજ શરૂ. .

elnews

Leave a Comment

error: Content is protected !!