37.8 C
Gujarat
May 1, 2025
EL News

પંચમહાલ જીલ્લાના મોરવા હ તાલુકાના મોરા પ્રાથમિક શાળાનો ૧૧૫માં સ્થાપના દિવસ અને 39 વર્ષથી સેવા કરતા કર્મનિષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ દેસાઈનો વય નિવૃત્ત કાર્યક્રમ

Share
EL News

પંચમહાલ જીલ્લાના મોરવા હ તાલુકાના મોરા પ્રાથમિક શાળાનો ૧૧૫માં સ્થાપના દિવસ અને 39 વર્ષથી સેવા કરતા કર્મનિષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ દેસાઈનો વય નિવૃત્ત કાર્યક્રમ પૂર્વ મંત્રી મોરવા હડફ ધારાસભ્ય નિમિશાબેન સુથારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સ્વાગત ગીત અને શાળાના આચાર્ય નિશાર શેખ પ્રાસંગિક પ્રવચન કરી શાળાની ૧૯૦૯ સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધી ના ઈતિહાસ ની ઝાંખી કરાવી હતી ત્યારબાદ ધારાસભ્ય એ પોતાના પ્રવચન માં શિક્ષકની કામગીરીની પ્રમાણીક્તા કાર્દક્ષતા તથા શાળામાં તેમની ફરજ બાબતે પ્રેરક ઉદબોધન કરી એમની સેવાની કદર રૂપે શાલ ઓઢાડી સ્મૃતિભેટ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.

Measurline Architects

શિક્ષક દ્વારા શાળાના વિકાસ માટે પચ્ચીસ હજારનો ચેક ધારાસભ્ય ના હસ્તે શાળાના આચાર્યને અર્પણ કર્યો હતો. શિક્ષકે જણાવ્યું કે મે આજ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવીને આજ શાળામાં ૩૯ વર્ષ સુધી સેવા કરવાની તક મળી ચાર દાયકા જેટલા સમય દરમિયાન શાળાના આચાર્ય તરીકે ૪ વર્ષ અને મોરવા હ તાલુકાની પ્રથમવાર શિક્ષક મંડળીની રચના કરીમાં પ્રમુખ તરીકે ૬ વર્ષ સુધી સેવા દરમિયાન મારી કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરશો સૌનો આભાર માની વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી પોતાની સેવા નો સંતોષ વ્યક્ત કરતા પોતાની આખમાં આસું રોકી શક્યા નહોતા.

જીલ્લા ભા.જ.પ મહામંત્રી ધવલભાઈ દેસાઈ ગુજરાત બાલ વિકાસ મંડળ પ્રમુખ પુરણભાઈ દેસાઈ પંચમહાલ જીલ્લા બાધકામ સમિતિ ચેરમેન વિક્રમભાઈ ડીડોર તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય ગામના સરપંચ બી.આર.સી સી.આર.સી આચાર્યો શિક્ષકો તાલુકા જીલ્લા સંઘના હોદ્દેદારો ગામના અગ્રણી નાગરિકો યુવાનો મિત્રો સગા સ્નેહીજનો અને ગ્રામજનો દ્વારા શ્રીફળ શાલ ઓઢાડી અનેક ભેટ સોગાદ અર્પણ કરી એમના પ્રત્યે સ્નેહ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો…ગુજરાતની તમામ મહિલા ઉત્કર્ષ માટે તથા નાના નાના ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ ને આગળ લાવવા.

અંતે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત તમામ મહેમાનો પરિવારના સદસ્યો દ્વારા શિક્ષક ને પુષ્પોથી વધાવી પોતાની શાળામાંથી વિદાય લઈ રહેલા શિક્ષક અને વિદ્યાર્થીઓના અનુપમ પ્રેમથી સૌની આંખો માં આસું છલકાઈ રહ્યા હતા.અંતે શિક્ષકે કરેલી સેવા ની ભાવભરી વિદાય સાથે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં ધંધો કરતા ૪૭ વર્ષના પ્ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું

elnews

આખરે પંચમહાલના ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીના કડાકા સાથે પડેલા વરસાદમાં રસ્તાઓ ઉપર ભરાયા પાણી….

elnews

ABVP SGGU દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદન આપવામાં આવ્યું…

elnews

Leave a Comment

error: Content is protected !!