30.2 C
Gujarat
May 12, 2024
EL News

108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી જે રામ મંદિર ખાતે 1 થી દોઢ મહિના સુધી ચાલશે

Share
The Eloquent, Shivam Vipul Purohit:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ 22મી જાન્યુઆરી- 2024 ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે તે ઉત્સવને વધુ દિપાવવા વડોદરાના રામભક્ત એવા ગૌપાલક વિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી ( અગરબત્તી ) બનાવી છે. જે રામ મંદિર ખાતે 1 થી દોઢ મહિના સુધી ચાલશે. દેખીતી રીતે આ અગરબત્તી છે, પરંતુ હવનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીથી તેને બનાવાઈ છે. જેનુ અંદાજે વજન 3500 કિગ્રા છે. જે અગરબત્તીને પ્રાટોકોલ સાથે બાય રોડ એક રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા ખાતે લઈ જવા 31મી ડિસેમ્બરે વાજતેગાજતે રવાના થશે.

ધૂપસળીને અયોધ્યા ખાતે લઈ જવા તેમજ ત્યાં પ્રજ્વલિત કરવા સહિતની કામગીરીમાં મદદરૂપ થવા સંદર્ભે ચર્ચા કરાશે. આ ધૂપસળીને ખુબ સાવચેતી પૂર્વક લઈ જવા માટે એક લાંબા ટ્રેલરમાં રથ તૈયાર કરાશે તેમાં ધૂપસળીને મૂકશે. જે રથ વિશાળકાય ધૂપસળીને વાયા રાજસ્થાન થઈને 1800 કિ.મી.નું અંતર કાપીને ઉત્તર પ્રદેશના રામમંદિર ખાતે પહોંચાડાશે. જ્યાં આ ધૂપસળી એક વાર પ્રગટાવ્યા બાદ તે સતત દોઢ મહિનો એટલે કે અંદાજે 45 દિવસ સુધી પ્રજ્વલિત રહેશે. વિહા ભરવાડે સૌથી પહેલા 111 ફૂટ લાંબી ધૂપસળી બનાવી હતી.

વિડિયો ⬇️
https://www.instagram.com/reel/C1ehi3txfac/?igsh=ZTAxYmZhcDN5M2o2

વર્ષોથી આતૂરતાની રાહ જોયા બાદ હવે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે અને ત્યાં રામલલાની મનમોહક પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે આખો દેશ આતુર છે. એવા સમયે વડોદરાના રામભક્તે સમગ્ર ગુજરાત વતી ભગવાનના ચરણોમાં યજ્ઞરૂપી વિશાળકાય ધૂપબત્તી અર્પણ કરવાના છે. જીવદયા ગૌરક્ષા સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ વિહા કરસનભાઈ ભરવાડ ગોપાલક હોવાની સાથે રામભક્ત છે. તેમણે પાછલા વર્ષોમાં આ રીતે ત્રણ વાર મહાકાય ધૂપસળી બનાવીને ભગવાનને સમર્પીત કરેલી છે. હવે , રામ મંદિર ખાતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે ગુગળ , ધી , તલ , જવ તેમજ હવનની વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને 3500 કિગ્રા વજનની 108 ફૂટ લાંબી અને ફૂટની ગોળાકાર ધરાવતી ધૂપસળી તૈયાર કરી છે.

આ પણ વાંચો ઝાલોદ તાલુકા પંચાયત ના મનરેગા શાખા ના આસી. વર્ક મેનેજર લાંચ લેતા ઝડપાયા

શહેરના તરસાલી વિસ્તારમાં પોતાના ઘર પાસે જ છ મહિનાથી રોજ અઢીથી ત્રણ કલાકનો સમય ફાળવીને વિહાભાઈ ભરવાડ એકલા હાથે આ ધૂપસળી બનાવી છે. ચોમાસા દરમિયાન વરસાદને ધ્યાને રાખીને તેમણે ધૂપબત્તી પર પાતળા પ્લાસ્ટિકનુ રેપર લગાવ્યુ હતુ. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આ ધૂપસળી બનીને તૈયાર થઈ જશે. આ ધૂપસળી બનાવવાના કામે વિહા ભરવાડને રામભક્તો સહાયરૂપ થયા છે.

પ્રોટોકોલ સાથે ધૂપસળી આ રૂટ પરથી અયોધ્યા પહોંચશે…

વિશાળ ધૂપસળી શોભારથ વડોદરાથી હાલોલ , કાલોલ , ગોધરા , શહેરા અરવલ્લી , મોડાસા , શામળાજી થઈને ગુજરાતની બોર્ડર ક્રોસ કર્યા બાદ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. જ્યાં ખેરવાડા , ઉદેપુર , માલવાડા , સાવરીયા શેઠ મંદિર , ચિત્તોડગઢ , ભીલવાડા , દાદીયા , કિશનગઢ , ગુધુ બગરુ , જયપુર , ઘોસા મહેંદીપુર , બાલાજી ચોરાયા , ભરતપુર , ફતેપુર , સીકરી , આગ્રા , લખનઉ એક્સપ્રેસ વે થઈને ઈટાવા , કાનપુર , ઉનાઓ , લખનઉ , બારાબંકી થઈને અયોધ્યા ખાતે પહોંચશે.

Related posts

અમદાવાદથી નશાનું નેટવર્ક પોરબંદર સુધી

elnews

ડ્રગ્સ એજન્ટની ઓડિયો ક્લિપ વાયરલ થતા ડિલરો માં ફફડાટ..

elnews

આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે,

elnews

Leave a Comment

error: Content is protected !!