30.6 C
Gujarat
May 2, 2024
EL News

મોદી સરકાર દર મહિને આપશે 3 હજાર રૂપિયા પેન્શન

Share
Schemes for Farmers:
મોદી સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોને દર વર્ષે 6-6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. જો તમે આ યોજનાના લાભાર્થી છો, તો તમે પીએમ માનધન યોજનાનો લાભ પણ લઈ શકો છો.

PANCHI Beauty Studio
Advertisement

ખેડૂતોની નબળી આર્થિક સ્થિતિને જોતા સરકાર સમયાંતરે યોજનાઓ લાવે છે. તેમાંની એક યોજના પીએમ માનધન યોજના છે. તેમાં વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં રજીસ્ટ્રેશન માટે અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. જેમ જ PM કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટ્રેશન કરો છો, PM કિસાન માનધન પણ આપમેળે રજીસ્ટ્રેશન થઈ જાય છે.

શું છે આ યોજના અને ફાયદા ?

આ યોજના ભારતના વૃદ્ધ અન્નદાતાઓને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ વયના વૃદ્ધ ખેડૂતોને દર મહિને પેન્શન તરીકે 3 હજાર રૂપિયા આપવામાં આવશે. એટલે કે એક વર્ષમાં 36 હજાર રૂપિયા. 18 વર્ષથી ઉપરના યુવાનોથી લઈને 40 વર્ષના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પેન્શન મેળવવા માટે તેઓએ તેમની ઉંમર અનુસાર દર મહિને આ યોજનામાં રૂપિયા જમા કરાવવાના રહેશે.

આ પણ વાંચો… રાજકોટમાં રિસામણે ગયેલ પત્નીને લેવા જતા ખૂની હુમલો

દર મહિને ખેડૂતોને મળશે પેન્શન

આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ કાપવામાં આવે છે. પરંતુ તેના માટે તમારે એક અલગ ફોર્મ ભરવું પડશે.

પ્રીમિયમ કેટલુ છે ?

કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળેલી રકમમાંથી જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. આ રકમ 55 રૂપિયાથી 200 રૂપિયા વચ્ચે હોય છે. જ્યારે ઉંમર 60 વર્ષની થાય છે, ત્યાર બાદ પ્રીમિયમના રૂપિયા કપાવવાનું બંધ થઈ જાય છે અને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન શરૂ થાય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ રીતે ભારતીય રેલ્વેએ કરી લીધી કરોડો રૂપિયાની કમાણી

elnews

ઇન્વેસ્ટર્સ ટેન્શન ના લે, લોન ચૂકવવા પુરતા રૂપિયા છે

elnews

5 કંપનીઓ નફો વહેંચશે,ડિવિડન્ડ આ અઠવાડિયે થઈ રહ્યું છે

elnews

Leave a Comment

error: Content is protected !!