37.8 C
Gujarat
May 1, 2025
EL News

અમદાવાદમાં મણિનગરમાંથી મળ્યો માતા-પુત્રીનો મૃતદેહ

Share
Ahmedabad:

અમદાવાદમાં મણિનગરમાં ભુલાભાઈ પાર્ક પાસે દવાખાનાના કબાટમાંથી માતા-પુત્રીની લાશ મળતા ચકચારી મચી જવા પામી છે. આ મામલે કાગડાપીઠ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

Measurline Architects

બન્નેની લાશ મળી હતી. યુવતી પ્રાઈવેટ દવાખાને કાનની સારવાર માટે ગઈ હતી. આ લાશો મળતા પોલીસ પણ દોડતી થઈ છે. આ સિવાય બંનેની હત્યા ઈન્જેક્શન આપીને કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૌ પ્રથમ હોસ્પિટલના કબાટમાંથી ભારતી વાળા નામની મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જો કે, મળતી વિગતો અનુસાર આ યુવતી હોસ્પિટલમાં સારવા માટે આવી હતી. ભારતીની અહીં સારવાર ચાલી રહી હતી અને જેમાં હોસ્પિટલમાં કામ કરતા ભારતીના પતિના ઓળખીતા એક યુવકના સંપર્કમાં પણ આવી હોવાનું જાણવા મળ્યું હતું. ડૉ અર્પિત શાહની હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હોવાનું  જાણવા મળી રહ્યું છે. ભારતી સૌ પ્રથમ એલજી હોસ્પિટલમાં જવાની હતી પરંતુ આ ખાનગી હોસ્પિટલમાં કઈ રીતે પહોંચે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારતી અને તેમની માતા બન્ને એલજી હોસ્પિટલ જવા માટે નિકળ્યા હતા.

ડૉ. અર્પિત શાહની હોસ્પિટલમાં વધુ 3 લોકો કામ કરે છે. આજે ડોક્ટર પોતાનું કામ પતાવીને ચાલ્યા ગયા. બાદમાં જ્યારે હોસ્પિટલના અન્ય કર્મચારીઓ કબાટમાંથી કંઈક કામ માટે કબાટ ખોલવા ગયા ત્યારે ભારતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, આ અંગેની તત્કાલીક જાણ ડોક્ટરને કરવામાં આવી હતી અને બાદમાં પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી થકી તેમજ લોકોની પૂછપરછ કરીને તપાસ કરવામાં આવશે. આ મામલે હોસ્પિટલના સ્ટાફ તેમજ સગા વ્હાલાઓની પૂછપરછ કરવામાં આવશે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ – ભરતસિંહનું દિવાલ પર નામ લખ્યુ

elnews

પીએમનો ટૂંક સમયમાં રોડ શો પહેલા આપે રોડ શો કરી લીધો

elnews

લઠ્ઠાકાંડ: ઈરાદા પૂર્વક કેમિકલમાંથી દારુ બનાવ્યો.

elnews

Leave a Comment

error: Content is protected !!