33 C
Gujarat
April 29, 2024
EL News

આ રીતે ઘરે બનાવો આમળા નું અથાણું

Share
Food Recipes:

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ગણાય છે અને શિયાળા માં સારી માત્રા આમળા બજારમાં મળતા હોય છે અને આમળા માંથી અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવવામાં આવે છે તેમજ જ્યુસ, અથાણાં બનાવવામાં આવે છે

PANCHI Beauty Studio

આમળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
• આમળા10-12
 રાઈ 2 ચમચી
• મેથી દાણા 1 ચમચી
• કાચી વરિયાળી 1 ચમચી
• તેલ 1/2ચમચી
• રાઈ1/2 ચમચી
• હિંગ1/4 ચમચી
• લાલ મરચાનો પાઉડર 2 ચમચી
• હળદર 1/2 ચમચી
• સ્વાદ મુજબ મીઠું
આમળાનું અથાણું બનાવવાની રીત
આમળાનું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં ગ્લાસ એક પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી દસ બાર મિનિટ ચડાવી લ્યો
દસ મિનિટ માં આમળા ચડી જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એની ચીરી કાઢી લઈ એક બાજુ મૂકો હવે ગેસ પર કડાઈ માં રાઈ, મેથી દાણા અને વરિયાળી નાખી ધીમા તાપે બે ત્રણ ચાર મિનિટ શેકી
ત્યારે બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી મિક્સર જારમાં પીસી લ્યો અને એક બાજુ મૂકો
હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં બાફી રાખેલ આમળા ની ચિર નાખી પાંચ સાત મિનિટ શેકી લ્યો
આમળા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જાર માં કાઢી મજા લ્યો આમળા નું અથાણું

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

બટાકા વગર બનાવો લીલા વટાણાનું સ્વાદિષ્ટ શાક

elnews

દશેરા પર બનાવવા માટે ટેસ્ટી કલાકંદ રેસીપી

elnews

જલેબીના શોખિન માટે ચોખાની જલેબીની આસાન છે રીત

elnews

Leave a Comment

error: Content is protected !!