EL News

એક યુવકે માનસિક બિમારીના કારણે આપઘાત કરી લીધો હતો

Share
Rajkot, EL News

રાજકોટના લોહા નગર વિસ્તારમાં મફતિયાપરામાં રહેતા યુવકે માનસિક બીમારીથી કંટાળી સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

Measurline Architects

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના લોહાનગર વિસ્તારમાં મફતીયાપરામાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા ઘનશ્યામભાઈ બાબુભાઈ ચૌહાણ નામના 31 વર્ષીય યુવાને પોતાના ઘરે સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાય આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ પણ વાંચો…પ્રસંગો માં કે પ્રસાદી માં બનતા મીઠા ભાત બનાવવાની રેસીપી

 

આ અંગે ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઘનશ્યામભાઈની સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે, “હું માનસિક બીમારીથી કંટાળી આ પગલું ભરું છું જેમાં મારા માતા-પિતાનો કોઈ વાંક નથી તેથી તેઓને હેરાન ન કરવા અને મારા પપ્પા ” આટલી અધૂરી સુસાઇડ નોટ પરિવારજનોને હાથે લાગી હતી તેમ છતાં પણ ઘનશ્યામભાઈએ માનસિક બીમારીથી કંટાળી આખરે આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ટાઇટ કપડા પહેરતા લોકો, સ્વાસ્થ્યની થશે આવી દશા..

elnews

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જીલ્લા દ્વારા જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

elnews

પાવાગઢના આંગણે પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ…

elnews

Leave a Comment

error: Content is protected !!