38.1 C
Gujarat
May 2, 2024
EL News

રેસિપી / આ રીતે બનાવો કેસરિયા ભાત, પ્રસાદમાં ધરાવો

Share
Food recipes, EL News

કેસરિયા ભાત એ એમ તો વસંત પંચમી તહેવારની પરંપરાગત વાનગી છે, જેને કેસરી ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઘણાં બધાં ડ્રાય ફ્રુટ્સ અને કેસર ઉમેરવામાં આવે છે. તમારે પણ આ વાનગી અવશ્ય ટ્રાય કરવી જોઈએ. આવો જાણીએ પ્રસાદમાં ધરાવાતા કેસરિયા ભાત બનાવવાની પરફેક્ટ અને સરળ રીત.

PANCHI Beauty Studio

સામગ્રી-

  • ચોખા – 2 કપ
  • કેસર – 15 પાંદડા
  • નાની એલચી – 5
  • ખાંડ – 3/4 કપ
  • દેશી ઘી – 2 ચમચી
  • પીળો ખાદ્ય રંગ – એક ચપટી
  • તજ – 2
  • આખી લીલી ઈલાયચી – 5

આ પણ વાંચો…અમદાવાદ: 14 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ

રીત –

કેસરિયા ભાત બનાવવા માટે, પહેલા ચોખાને પાણીથી સારી રીતે ધોઈ લો જેથી તેમાંથી તમામ સ્ટાર્ચ નીકળી જાય. પછી તેને લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખો. ચોખા પલાળ્યા પછી અડધી વાડકી દૂધમાં કેસર પલાળી તેમાં પીળો રંગ નાખો. (આ વૈકલ્પિક છે). આ સાથે એલચીનો ભૂકો કરીને કાજુ અને બદામને કાપીને રાખો.

ચોક્કસ સમય પછી, ચોખામાં પાણી ઉમેરો અને તેને સારી રીતે ઉકાળો. ચોખા બફાઈ જાય એટલે તેને ગાળીને બાજુ પર રાખો. હવે ગેસ પર એક કઢાઈ મૂકો અને તેમાં ઘી ઉમેરીને ગરમ કરો. ગરમ થાય એટલે સમારેલા કાજુને શેકીને પ્લેટમાં કાઢી લો.

 

હવે ગેસ પર એક તવો મૂકો અને તેમાં 2 ચમચી ઘી ઉમેરીને ગરમ કરો, પછી તેમાં તમાલપત્ર, લવિંગ અને એલચી ઉમેરો. 1 મિનિટ પછી, તેમાં ચોખા અને ખાંડ ઉમેરો અને તેમાં તમે તૈયાર કરેલ કેસરનું મિશ્રણ ઉમેરો. ચોખાને સારી રીતે મિક્સ કરો અને 3-4 મિનિટ પકાવો. હવે તમારા સ્વાદિષ્ટ કેસર ભાત તૈયાર છે. ડ્રાય ફ્રુટ્સથી ગાર્નીશ કરીને તૈયાર છે કેસરિયા ભાત.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સવારના નાસ્તા માટે ફટાફટ બનાવો પીનટ બટર ફ્રેન્ચ ટોસ્ટ

elnews

સુગર ફ્રી દિવાળીની મીઠી રેસિપી

elnews

બાળકો માટે ઝડપથી ચીલી ચીઝ નૂડલ્સ બનાવવાની રેસીપી

elnews

Leave a Comment

error: Content is protected !!