EL News

રાજકોટના બે વેપારી સાથે થઈ લાખોની છેતરપિંડી

Share
Rajkot, EL News

રાજકોટના ત્રણ વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયા અંગેની પોલીસમાં જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઇ છે.

Measurline Architects

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર રહેતા અને ગોવિંદ બાગ શાક માકેર્ટ પાસે શ્રી સત્યમ સિલ્વર નામના પેઢી ધરાવતા ધર્મેશભાઇ શંભુભાઇ તાલપરાએ વિમલનગર મેઇન રોડ પર રહેતા અને માનસી સિલ્વર નામની પેઢી ધરાવતા પ્રવિણભાઇ રવજીભાઇ અકબરી સામે રુા.૧૯.૯૩ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો…MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર

ધર્મેશભાઇ તાલપરા પાસેથી વેપારી સંબંધના દાવે પ્રવિણ અકબરીએ કટકે કટકે મિકસ ચાંદીના ૪૧.૮૧૮ કિલો ઘરેણા મેળવ્યા હતા જેનું પેમેન્ટ ૧૯.૯૩ લાખનો ચેક લખી આપ્યો હતો. જે બાદ ચેક નાખવા જતા બેન્કમાં પેમેન્ટ સ્ટોપ કરાવી નાખી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

સંત કબીર રોડ પર ચંપકનગરમાં રહેતા ગજાનંદભાઇ દાદુભાઇ શીંદે સંત કબીર જે.પી જવેર્લસ નામે પેઢી ધરાવતા જલ્પેશ જેરામ નારણીયા સામે રુા. ૧૮.૪૯ લાખની છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગજાનંદભાઇ શિંદે સાથે જલ્પેસ નારણીયાને વેપારી સંબંધ હોવાથી ધંથા માટે કટકે કટકે ચાંદીના ઘરેણા આપ્યા હતા. તેના પેમેન્ટના રુા. ૧૮.૪૯ લાખની ઉઘરાણી કરવા ઉશ્કેરાયેલા જલ્પેશ નારાણીયાએ પેમેન્ટ ન ચુકવી ખૂનની ધમકી દીધાનુ ફરિયાદમાં જણાવ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

એચપી કંપનીના ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો

elnews

આ વેકેન્સી છે પરંતુ આંકડાઓ બહાર નથી પડતા..

elnews

GMCKS પ્રાણીક હીલિંગ & અર્હાર્ટિક યોગા સેંટર-અમદાવાદ તથા ટ્વિશા હીલિંગ કિંગડમ-ધ સેંટર ફોર પ્રાણીક હીલિંગ -ગોધરા દ્વારા “ફ્રી રોગ ઉપચાર શિબિર.

elnews

Leave a Comment

error: Content is protected !!