27.4 C
Gujarat
April 27, 2024
EL News

કોરોના પછી હવે H3N2એ મચાવ્યો કહેર

Share
Health tips, EL News

કર્ણાટકમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. હસન જિલ્લાના અલુરની રહેવાસી 82 વર્ષીય હીરા ગૌડાનું 1 માર્ચે અવસાન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ 24 ફેબ્રુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શંકાના કારણે તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. તેના સ્વેબ સેમ્પલને સેન્ટ્રલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા જ્યાં 6 માર્ચે પુષ્ટિ થઈ હતી કે તેનું મૃત્યુ H3N2 વાયરસથી થયું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં આ વાયરસ ફેલાઈ ગયો છે અને લોકોને સંક્રમિત કરી રહ્યો છે.

PANCHI Beauty Studio

કર્ણાટકમાં આવ્યા 50 થી વધુ કેસ 

કર્ણાટકમાં અત્યાર સુધીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના 50 થી વધુ કેસ નોંધાયા છે. તાજેતરના કેસોને ધ્યાનમાં રાખીને, સરકાર 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર રીતે પીડિત લોકો પર વિશેષ ધ્યાન આપી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે H3N2 વાયરસથી પીડિત વૃદ્ધનું 1 માર્ચે જ મૃત્યુ થયું હતું. વૃધ્ધના મોત બાદ તેના ગામની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો…રેસિપી / નાસ્તામાં બનાવો મેથી પનીર પરાઠા

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નિષ્ણાતોએ જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 2-3 મહિનાથી સતત ઉધરસ અને કેટલાક કિસ્સાઓમાં તાવ સાથે ઉધરસનું કારણ ‘ઈન્ફ્લુએન્ઝા A’નું સબ-વેરિઅન્ટ ‘H3N2’ છે. ICMR વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે H3N2, જે છેલ્લા 2-3 મહિનાથી વ્યાપકપણે જોવા મળ્યો છે, તે અન્ય પેટા વેરિઅન્ટ્સ કરતાં વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી રહ્યો છે. ICMR તેના ‘વાઈરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ નેટવર્ક’ દ્વારા શ્વસન વાયરસથી થતા રોગો પર નજીકથી નજર રાખી રહ્યું છે.

3 અઠવાડિયા સુધી રહી શકે છે ખાંસી 

ICMRએ લોકોને વાયરસથી બચાવવા માટે એક લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. બીજી તરફ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશભરમાં ઉધરસ, શરદી અને ઉબકાના વધતા જતા કેસો વચ્ચે એન્ટીબાયોટીક્સના વધુ પડતા ઉપયોગ સામે ચેતવણી આપી છે. IMAએ જણાવ્યું કે મોસમી તાવ 5 થી 7 દિવસ સુધી રહેશે. IMAની સ્થાયી સમિતિએ કહ્યું કે તાવ 3 દિવસમાં ઉતરી જશે, પરંતુ ઉધરસ 3 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાતમાં ઠંડીમાં 15 દિવસમાં હાર્ટ અટેકના કેસો

elnews

વજન ઘટાડવાનો આહારઃ ઘઉંની રોટલી છોડી આ લોટની રોટલી ખાવાનું શરૂ કરો, વજન ઝડપથી ઘટશે

elnews

આ ઉપાયોથી જલ્દી ઉંઘમાંથી છુટકારો મેળવો….

elnews

Leave a Comment

error: Content is protected !!