EL News

ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી દ્વારા સમાજ સેવા માટે જયેશ ઠક્કરને ડૉક્ટરેટની માનદ પદવી એનાયત

Share
The Eloquent, Vadodara:

સમાજમાં ઉત્કૃષ્ટ કાર્ય કરતા લોકોને ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી ફૉર પીસ એન્ડ એજ્યુકેશન ડૉક્ટરેટથી સમ્માનિત કરતી રહે છે. આ ક્રમમાં યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન જિનેવાથી રજિસ્ટર્ડ ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી ફૉર પીસ એન્ડ એજ્યુકેશનના રાષ્ટ્રીય નિયામક ડૉ.પ્રદ્યુમ્ન સિંહા દ્વારા સામાજિક સેવા માટે સંસ્કારી નગરીના જયેશ ઠક્કરને ડૉક્ટરેટની માનદ પદવીથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

Ad

જયેશ ઠક્કર છેલ્લા બે દાયકા ઉપરાંતથી બિનવ્યવસાયી રીતે ગરબાનું આયોજન કરે છે. ગુજરાતી સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા તેઓ ગરબાનું આયોજન કરતાં બહેન અને દીકરીઓને વિનામૂલ્ય પ્રવેશ આપે છે. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની જાહેરાત લીધા વિના તેઓ માત્ર સામાજિક હેતુસર ગરબા કરતા આવ્યા છે. જેની યુનિવર્સિટીએ નોંધ લીધી હતી અને તેમને આ સન્માન એનાયત કર્યું છે.

ડૉ.પ્રદ્યુમ્ન સિંહાએ જણાવ્યું કે, સમાજ સેવી જયેશ ઠક્કર પાછલા ઘણાં વર્ષોથી એક રૂપિયાનું પણ ડોનેશન લીધા વિના મોટા પાયે ગરબાનું આયોજન કરે છે. જયેશ ઠક્કર ગરીબોની સેવામાં હંમેશા તત્પર રહે છે. ગરીબોના શિક્ષણ, આરોગ્ય અને તેમના સર્વાંગી વિકાસ માટે દરેક શક્ય પ્રયાસો કરતા રહે છે. તેમના આ સેવાકાર્યોને જોઇને સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજ નિર્માણમાં આપેલા યોગદાન માટે સમાજ સેવામાં ડૉક્ટરેટની માનદ પદવી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ) એ MSC સાથે વ્યૂહાત્મક ભાગીદારી વિસ્તારી

આ માનદ પદવીના પ્રશસ્તિ પત્ર, ટ્રોફી, અંગ વસ્ત્ર અને પુષ્પ ગુચ્છથી ડૉ. જયેશ ઠક્કરને સમ્માનિત કરવામાં આવ્યા. આ સાથે રાષ્ટ્ર સર્જન અભિયાન તરફથી દાદા શ્રી બાબુ રામવિલાસ સિંહ સમ્માન પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજ નિર્માણ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.પ્રદ્યુમ્ન સિંહા દ્વારા ડૉ. જયેશ ઠક્કરને એનાયત કરવામાં આવ્યું. M S Universityના સિન્ડિકેટ અને સેનેટ સભ્ય જીગર ઇનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો સતત ચાર વર્લ્ડ રેકોર્ડ સર્જીને ટ્વિંકલે યોગ જગતમાં ડંકો વગાડ્યો

Related posts

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી છે

elnews

ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ

elnews

Job: આકાશવાણી, અમદાવાદમાં ગુજરાતી ભાષા જાણતા સારા એન્કરની જરૂરીયાત.

elnews

Leave a Comment

error: Content is protected !!