31.6 C
Gujarat
June 24, 2024
EL News

અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ) એ MSC સાથે વ્યૂહાત્મક ભાગીદારી વિસ્તારી

Share

Elnews, Business:

 મેડિટેરેનિયન શિપિંગ કંપની (MSC) ની કન્ટેનર ટર્મિનલ ઓપરેટિંગ અને ઇન્વેસ્ટિંગ શાખા ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિ.એ  રૂ. 247 કરોડની ઇક્વિટી વિચારણા માટે અદાણી એન્નોર કન્ટેનર ટર્મિનલમાં 49% હિસ્સો લીધો

AECTPLનું કુલ એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ.1,211 કરોડ

  • વિશ્વની સૌથી મોટી કન્ટેનર શિપિંગ લાઇન મેડિટેરેનિયન શિપિંગ કંપની (MSC)ની સહયોગી ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિ. (TiL), અદાણી એન્નોર કન્ટેનર ટર્મિનલ પ્રા. લિ. (AECTPL) માં રૂ. 247 કરોડની ઇક્વિટી વિચારણા માટે 49% હિસ્સો હસ્તગત કર્યો.
  • મુન્દ્રા પોર્ટ ખાતે CT3 કન્ટેનર ટર્મિનલ માટે સંયુક્ત સાહસ બાદ APSEZની TiL સાથે આ બીજી વ્યૂહાત્મક ભાગીદારી
  • . AECTPL ની વર્તમાન વાર્ષિક ક્ષમતા 0.8 મિલિયન TEUs છે, જેને વાર્ષિક ધોરણે 1.4 મિલિયન TEUs સુધી વધારી શકાય છે, અને આ કન્સેસન ૨૦૪૪ સુધી છે.
આ પણ વાંચો સતત ચાર વર્લ્ડ રેકોર્ડ સર્જીને ટ્વિંકલે યોગ જગતમાં ડંકો વગાડ્યો

અમદાવાદ,૧૫ ડિસેમ્બર ૨૦૨૩:ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)MSCના કન્ટેનર ટર્મિનલ ઓપરેટિંગ અને ઇન્વેસ્ટિંગના એક ભાગ અને ભારતમાં સૌથી મોટી કન્ટેનર શિપિંગ લાઇન એવી ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિ. (TiL) સાથે અદાણી એન્નોર કન્ટેનર ટર્મિનલ પ્રા. લિ. (AECTPL) ના સંચાલન માટે.બીજી વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રા. લિ. (AICTPL) અને TiL સાથે 2013ના સંયુક્ત સાહસની સફળતા બાદ આ બીજું સંયુક્ત સાહસ છે,જે ભારતના સૌથી મોટા ખાનગી વ્યાપારી બંદર મુંદ્રા ખાતે CT3 કન્ટેનર ટર્મિનલનું સંચાલન કરે છે.

Ad

APSEZ ના સી.ઇ.ઓ અને પૂર્ણકાલિન ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે APSEZ અને  તિલ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને પારદર્શિતા પર આધારિત અમારા આગળ વધતા જોડાણનું આ  પ્રતિબિંબ છે અને MSC સાથે મજબૂત ભાગીદારી કરવાનો આનંદ છે.

આ બીજા સંયુક્ત સાહસ સાથે અમે હવે દક્ષિણ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા કન્ટેનર ટર્મિનલ માર્કેટમાં આ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવી રહ્યા છીએ.

તેમણે કહ્યું હતું કે અમારો હેતુ એનોર કન્ટેનર ટર્મિનલ પર AICTPL ટર્મિનલની સફળતાને અનુકરણ કરવા સાથે દક્ષિણ ભારતીય બજારમાં વેપાર જરૂરિયાતોને પૂરી પાડવાનો છે.

તેમણે ઉમેર્યું હતું કે વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપની સાથેના અમારા જોડાણનું આ મજબૂતીકરણ પારદર્શક વ્યવસાયિક અભિગમ દ્વારા ક્ષેત્રીય વૃદ્ધિને વેગ આપવાના APSEZના મજબૂત વિઝનનો પડઘો પાડે છે.

ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિ.ના સીઇઓ અમ્મર કનાને જણાવ્યું હતું કે ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પોર્ટ ઓપરેટર APSEZ સાથે અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો અમોને બહુ આનંદ છે.

આ સહયોગ વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વૃધ્ધિ પામતી અર્થવ્યવસ્થાને વધુ સુધારવા અને ભારતીય ઉપખંડમાં ગ્રાહકોને અમારી ઓફર મજબૂત બનાવે છે

ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિ., તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મુંડી લિ.મારફત રૂ. 247 કરોડની વિચારણા માટે APSEZ પાસેથી AECTPLનું 49% શેરહોલ્ડિંગનો આ વ્યવહાર નિયમનકારી મંજૂરીઓને આધીન રહી હસ્તગત કરશે.AECTPLનું કુલ એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 1,211 કરોડ છે.આ વ્યવહાર પૂર્ણ થયા બાદ APSEZ AECTPLમાં 51% હિસ્સો ધરાવશે.

ભારતના પૂર્વ કિનારે સ્થિત AECTPL ખાડીની 400 મીટરની લંબાઈ અને 0.8 મિલિયન TEUs ની વાર્ષિક સંચાલન ક્ષમતા ધરાવે છે.

ટર્મિનલે  નાણાકીય વર્ષ-23 માં 0.55 મિલિયન TEUs અને ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભિક આઠ મહિનામાં 0.45 મિલિયન TEUs સંચાલન કર્યું છે. ટર્મિનલનો કન્સેશન સમયગાળો 2044 સુધીનો છે, અને તેની વાર્ષિક ક્ષમતા 1.4 મિલિયન TEUs સુધી વધારી શકવા સક્ષમ છે.

માધ્યમોની વધુ જાણકારી માટે સંપર્ક  Roy Paul | roy.paul@adani.com

આ પણ વાંચો ગોધરા નાં વિશેષ આકર્ષણ નાં પાયા માં કોણ કોણ હતું જાણો…

Related posts

400 થી વધુ ટી.પી. સ્કીમ પબ્લિક ડોમેઇનમાં નાગરિકોની જાણકારી માટે મૂકાયા…

elnews

અમદાવાદની મેટ્રોમાં પાનની પિચકારી પર 5000 રુપિયાનો દંડ

elnews

Genetics Technology: મગજ પણ હેક કરી શકાય, કેવી રીતે જાણો.

elnews

Leave a Comment

error: Content is protected !!