31.7 C
Gujarat
May 1, 2024
EL News

રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી!

Share
Surat, EL News

ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકારે ચોંકાવનારી વિગત રજૂ કરી છે. રોજગારીના મસમોટા દાવાઓની વચ્ચે વિધાનસભામાં રાજ્ય સરકારે બેરોજગારીના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. વિપક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના 31 જિલ્લાઓમાં કુલ 2,83,140 બેરોજગાર નોંધાયેલા છે.

Measurline Architects

વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપી કે, રાજ્યના 31 જિલ્લાઓમાં શિક્ષિત બેરોજગાર 2,70,922 અને અર્ધ શિક્ષિત બેરોજગાર 12,219 મળીને કુલ 2,83,140 યુવાન બેરોજગાર છે. આ સાથે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, કુલ 4,70,444 બેરોજગારોને ખાનગીમાં રોજગારી પૂરી પાડવામાં આવી છે. જ્યારે સરકારી રોજગાર કચેરી દ્વારા કેટલા બેરોજગારોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે તે અંગે કોઈ માહિતી રજૂ કરવામાં નથી આવી. રજૂ કરાયેલા માહિતી મુજબ, રાજ્યમાં સૌથી વધુ બેરોજગાર વડોદરામાં 26,507 છે જ્યારે અમદાવાદમાં બેરોજગારોની સંખ્યા 17,896, રાજકોટમાં 12,006, ગાંધીનગરમાં 6,729 અને સુરતમાં 11,640 યુવાન બેરોજગાર છે.

આ પણ વાંચો…ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ

બે વર્ષમાં 11 સફાઈકર્મીના મોત 

આ સાથે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં માહિતી આપી કે, છેલ્લા બે વર્ષમાં ગટર સાફ કરવા ઉતરેલા 11 સફાઈકર્મચારીઓના મોત થયા છે. સરકારે જણાવ્યું કે, વર્ષ 2021માં 7, વર્ષ 2022માં 4 સફાઈ કર્મચારીઓના મોત ગટર સાફ કરવાથી થયા છે. આ સાથે સરકારે જણાવ્યું કે, 5 મૃતકના પરિવારને સહાય પણ ચુકવવામાં આવી છે, જ્યારે અન્ય 6 મૃતક સફાઇકર્મચારીઓના પરિવારને સહાય ચુકવવાની બાકી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ વેકેન્સી છે પરંતુ આંકડાઓ બહાર નથી પડતા..

elnews

ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ

elnews

અદાણી ટોટલ ગેસ લિ.એ ’’કોર્પોરેટ્સ દ્વારા માર્ગ સુરક્ષામાં ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા’’ માટેનો એવોર્ડ જીત્યો

elnews

Leave a Comment

error: Content is protected !!