40.6 C
Gujarat
May 1, 2025
EL News

ગુલાબી ઠંડીમાં જો એક કપ ચા મળી જાય તો

Share

Health tips:

અમે તો મસ્ત ગરમ ગરમ ચા ના શોખીન અમને આ ગુલાબી ઠંડીમાં જો એક કપ ચા મળી જાય તો અમે ખુશ… હા, ચા કોને પસંદ ના હોય? એમાંય ગુજરાતીઓને તો ચા ના રસિયા કહીયે તો ચાલે. બધુ છોડીશું પણ ચા તો બંધ ના થાય એવું મિજાજ થી કહેવું જરાય ખોટું તો નથી જ પરંતુ, ‘ચા જેવી ઉતરે કે તરત જ પીવી એ નુકસાનકારક છે.’ કહેવાનો ભાવાર્થ કે ચા બન્યા પછી મને તો ગરમ જ ચા જોઈએ

Measurline Architects
Click Advertisement To Visit

એક ચુસ્કી પછી કપ ખાલી કરવો હિતાવહ નથી તમે ચા કપમાં કાઢ્યા પછી ત્રણ થી ચાર મિનિટ બાદ પીવો તો શરીરને નુકશાનથી બચાવી શકશો. ‘એટલે ચા ગરમ તો ખરી જ પરંતુ તેને પીતા પહેલા ચાર મિનિટ આપો.’ બીજું, કે ચા મુકવાનું પાણી બરોબર ઉકળે પછી ચા ની ભૂકી નાખવી રંગ જલ્દી પકડાશે ને પ્રમાણમાં ઓછી ભૂકી માં જ કામ બની જશે.

આ પણ વાંચો…કર્ણાવતી યુનિવર્સિટીને સન્માનનો વધુ એક ઇલકાબ પ્રાપ્ત થયો

સાથે જો શરદીમાં રાહત માટે ચા પીતા હોવ તો ધીમે ધીમે કરીને પીવો જેથી ચા માં રહેલ મસાલો, ફુદીનો, લીલી ચા ની અસર ગળામાં થઈ શકે.તે સમયે બે મિનિટ બાદ ચા પી શકો કેમ કે ત્યારે શરીરનું તાપમાન કોલ્ડનો અનુભવ કરતુ હોય છે ને ચા એક નુસખાનું કાર્ય કરે છે. બાકી હમણાં શિયાળામાં તો રાત્રે પણ ચા ની મહેફિલ ઠેર ઠેર નિહાળી શકાય છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઇંડા કે દૂધ, શેમાં હોય છે સૌથી વધુ પ્રોટીન?

elnews

સૌથી ખતરનાક કેન્સર છે જેલી બેલી કેન્સર,આ તેના લક્ષણો

elnews

બીટરૂટનો જ્યુસ પીવાથી વજનમા ઝડપથી ઘટાડે આવે છે

elnews

Leave a Comment

error: Content is protected !!