EL News

ફાયદાકારક / પોષક તત્વોથી ભરપૂર હોય છે પપૈયાના બીજ

Share
Food recipes , EL News

Benefits Of Papaya Seeds: પપૈયું એક એવું ફળ છે જે લગભગ દરેક ભારતીયે ખાધુ જ હશે, તેના ફાયદા વિશે વારંવાર વાત કરવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે એટલું સસ્તું છે કે ગરીબ અને અમીર બંને તેને ખાઈ શકે છે. પરંતુ મોટા ભાગના લોકો પપૈયુ ખાતી વખતે તેના બીજ ડસ્ટબીનમાં ફેંકી દે છે. ફક્ત તે જ લોકો બીજ એકત્રિત કરે છે જેમણે આ ફળની ખેતી કરવી હોય. પરંતુ શું તમે જાણો છો કે આ બીજનો ઉપયોગ અન્ય ઘણી બીમારીઓ સામે પણ થઈ શકે છે.

PANCHI Beauty Studio

પપૈયાના બીજના ફાયદા

પપૈયાના બીજનો રંગ કાળો હોય છે, તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જો તમે તેને સીધું ખાશો, તો તેનો સ્વાદ કડવો હશે. સામાન્ય રીતે આ બીજને પહેલા તડકામાં સૂકવવામાં આવે છે, પછી તેને પીસીને તેનું સેવન કરવામાં આવે છે.

1. હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહેશે

ભારતમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે, લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે, આવી સ્થિતિમાં પપૈયાના બીજ સંજીવની ઔષધિથી ઓછા નથી. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ આપણા શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. આ બીજની મદદથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.

આ પણ વાંચો…રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1700ની નજીક પહોંચી

2. સોજો થઈ જશે ઓછો

પપૈયાના બીજ સોજો ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. આ બીજ એલ્કલોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ અને વિટામિન સીથી સમૃદ્ધ હોય છે. જેના કારણે શરીરમાંનો સોજો ગાયબ થઈ જાય છે.

3. સ્કીન માટે સારું

જો તમે સ્કીન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પપૈયાના બીજ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલી એન્ટિએજ પ્રોપર્ટીઢ ત્વચાને સોફ્ટ અને ગ્લોઈન્ગ બનાવવામાં મદદ કરે છે.

ઉલ્લેખનીય છે કે, પપૈયા એ ખૂબજ પોષ્ટિક ફળ છે. તેના ગુણો આપણા બધા જાણતા હોઈએ છીએ.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગરમાગરમ ક્રિસ્પી લીલા વટાણાની શોર્ટબ્રેડ બનાવવાની રેસીપી

elnews

ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પાપડ પરાઠા, જાણો રેસિપી

elnews

10 મિનિટમાં બનાવીને પીવડાવો સ્ટ્રોબેરી મિલ્કશેક રેસિપી

elnews

Leave a Comment

error: Content is protected !!