EL News

અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ભમ’નું પોસ્ટર લૉન્ચ કરાયું, એપિક મ્યુઝિકલ લવ સ્ટોરી દર્શાવતી આ ફિલ્મમાં સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં..

Share
Art & Entertainment, El News

વર્તમાન સમયમાં મેકર્સ વિવિધ વિષયો પર ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યાં છે. અને આ તમામ ફિલ્મો કોઈ ને કોઈ મેસેજ આપે છે. ઉપરાંત, આજે ગુજરાતી ફિલ્મો ગુજરાતી સંસ્કૃતિને અને તેની ભવ્યતાને દર્શકો સુધી પહોંચાડવામાં સફળ બની રહી છે.

આવા જ એક અનોખા વિષય પર બનેલ ફિલ્મ “ભમ” ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. એપિક મ્યુઝિકલ લવ સ્ટોરી દર્શાવતી આ ફિલ્મમાં સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી જેમ જેમ આગળ વધી રહી છે તેમ ગોધરા જેવા નાનકડા શહેર માંથી પણ સિનેમા નાં ગોલ્ડન પડદા ઉપર ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં સિનેમેટોગ્રાફર- ડી.ઓ.પી. તરીકે પોતાનુ યોગદાન આપીને રજત સાગર ગોધરા તેમજ પંચમહાલ જિલ્લા નું નામ રોશન કરી રહ્યો છે. ગોધરા નો રજત સિનેમેટોગ્રાફર ની સાથે સાથે એક કુશળ એડિટર તેમજ ક્ન્સેપ્ટ ડિઝાઇનર પણ છે.

Rajat sagar (RD), DOP-Cinemetographer,"BHAM", El News
Rajat sagar (RD), DOP-Cinemetographer, “BHAM”, El News

આ ડ્રામા કોમેડી ફિલ્મના ડાયરેક્ટર સતીષ ડાવરા છે અને ઘનશ્યામ તળાવીયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મના કો- પ્રોડ્યુસર્સ અતુલ તળાવીયા અને જેનીશ તળાવીયા છે. મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. આ ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે તથા ડાયલોગ સંજય પ્રજાપતિ દ્વારા લિખિત છે. સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ ઉપરાંત આ ફિલ્મમાં આકાશ મહેરિયા, ચૈતન્ય ચૌધરી તથા વિવેક ઘમંડે પણ મહત્વની ભૂમિકાઓ ભજવતાં નજરે પડશે.

આ પણ વાંચો…સુરત: કરોડોના ક્રિકેટ સટ્ટાના રેકેટમાં મસમોટો ખુલાસો!

સંજય પ્રજાપતિ પકો ની ભૂમિકામાં તથા પ્રિયલ ભટ્ટ શ્રીની ભૂમિકા ભજવશે. પ્રિયલ ભટ્ટ તથા વિવેક ઘમંડે આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરી રહ્યાં છે. “ભમ” ફિલ્મમાં મ્યુઝિક પાર્થ કે. વ્યાસ દ્વારા આપવામાં આવ્યું છે અને લિરિક્સ સંજય પ્રજાપતિ તથા નીરજ પ્રવીણ ખેર દ્વારા લિખિત છે. ઉમેશ બારોટ, વિધિ ઉપાધ્યાય અને શિવમ કટોચ વગેરે સિંગર્સ એ પોતાનો મધુર અવાજ આપીને આ ગીતોને સુંદર રીતે રજૂ કર્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews App

Related posts

સુરત: સુરત પાલિકા કમિશનરે હાઈકોર્ટ સમક્ષ માગી માફી

elnews

રાજકોટમાં પાંચ વર્ષ પહેલા બનનાર બનાવમાં કોર્ટે સજા સંભળાવી.

elnews

AMC દ્વારા શહેરમાં દબાણો હટાવવાની સઘન કામગીરી કરાઈ

elnews

Leave a Comment

error: Content is protected !!