31 C
Gujarat
September 19, 2024
EL News

કચ્છના કાન, નાક અને ગળાના દર્દીઓને આધુનિક મેડિ. ટેકનોલોજીનો ફાયદો મળશે

Share
The Eloquent, Shivam Vipul Purohit:

અદાણી મેડિ. કોલેજમાં આયોજિત ૪ દિવસીય ઈ.એન.ટી. કોન્ફમાં રોબોટિક અને લેસર સર્જરી,સંશોધન,સમાધાન અને સમસ્યા ઉપર યોજાઈ વિસ્તૃત ચર્ચા.

પુણે, લખનૌં અને અમદાવાદના નિષ્ણાતોએ કર્યું મોર્ડન સર્જરીનું જીવંત નિદર્શન. સેમિનારમાં ૨૦૦ સર્જનો અને પી.જી. સ્ટુડન્ટ્સ જોડાયા.

અદાણી મેડિકલ કોલેજમાં યોજાયેલી રાજ્ય કક્ષાની કાન,નાક અને ગળાના સર્જનોની ચાર દિવસીય કોન્ફરન્સમાં કચ્છ સહિત રાજ્યના ઈ એન. ટી. સર્જનો વૈશ્વિકસ્તરની રોબોટિક અને લેસર જેવી આધુનિક ઓપરેશન ટેકનોલોજીથી વાકેફ થયા હતા. જેનો સીધો ફાયદો કરછના દર્દીઓને મળશે.

The Eloquent, Magazine
The Eloquent, Magazine

કચ્છ ઇ.એન.ટી. સર્જન એસોસિએશન અને ગેમ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રાજ્યકક્ષાની આ ૪૫મી કોન્ફરન્સને ખુલ્લી મુકતા અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડો. પંકજ દોશીએ કહ્યું કે, અદાણી હેલ્થ કેર ગુણવતા સભર મેડિકલ શિક્ષણ પૂરું પાડવા કટિબધ્ધ છે અને આરોગ્યનું સુદ્રઢ માળખું ઊભું કરી સંશોધનના નવા આયામો સાથે મેડિકલ ક્ષેત્રે નવી દિશા આપશે.

પ્રારંભમાં જી.કે.ના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ આવકાર પ્રવચનમાં જણાવ્યું કે,આ સેમિનારથી સારવાર સેવા સુચારુ તો બનશે જ સાથે તબીબો પણ નવી ટેકનોલોજીથી અવગત થશે.ડો.અજિત ખીલનાનીએ કોન્ફરન્સ અને કચ્છ એસોસીએસનની માહિતી આપી કરછને સેમીનારનું યજમાનપદ મળ્યું તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો. એ. એન. ઘોસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાન,નાક અને ગળાના રાજ્ય કક્ષાના પ્રમુખ અને જી.કે.જન.ના ચીફ મેડિ.સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરણીના અધ્યક્ષ સ્થાને આયોજિત કચ્છની આ પ્રકારની પ્રથમ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાત અને કચ્છ તેમજ દેશના ૨૦૦ જેટલા તબીબો અને સર્જનો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્ર કક્ષાના ઈ.એન. ટી. નિષ્ણાત સર્જન અમદાવાદના ડૉ.રાજેશ વિશ્વકર્મા, પૂનેના ડો.વીરેન્દ્ર ઘાયસાસ,અમદાવાદના ડો.જયેશ પ્રજાપતિ અને લખનૌના ડો.રાકેશ શ્રીવાસ્તવે રોબોટિક જેવી મોર્ડન સર્જરી ઉપરાંત સારવાર સહિત અન્ય સર્જરીનું નિદર્શન કર્યું હતું.

કોન્ફરન્સમાં સાયનસ,થાઈરોઈડ,કાનના પડદાનું કાણું,નાકની પ્લાસ્ટિક સર્જરી, સ્વર પેટી ઉપર મસા વિગેરેની સર્જરીની નવતર પદ્ધતિ સાથે પેનલ ચર્ચા, સમસ્યા,સંશોધન અને સમાધાન સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વિગેરેનું તલસ્પર્શી જ્ઞાન અપાયું હતું.

કચ્છના અગ્રણી ઈ.એન.ટી.સર્જન ડો.દિનેશ હરાણી ડો.રાજેશ ખત્રી,ડો.હાર્દિક દરાડ, ડો.સી.વી.લીંબાણી, ડો.નીરજ જોબનપુત્રા, ડો.ઋત્વિક અંજારિયા, ડો.રશ્મિ સોરઠીયા, ડો.દેવેન્દ્ર ઠક્કર, ડો.અંકુર ધનાણી, ડો. મોહનીશ ખત્રી, ડો.પાર્થ પોમલ, ડો.હેતલ જોશી, ડો.નીલ પરમાર, ડો.નિસર્ગ દેસાઈ ડો.નિખિલ પાવાણી સહિત અનેક સર્જનો જોડાયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા જી.કે.ના રેસિડેન્ટ તબીબો,વહીવટી શાખા તેમજ વોલીએન્ટરોનું યોગદાન રહ્યું હતું.

આ પણ વાંચો અદાણી એનર્જી સોલ્યુશન્સની સર્વાંગી વૃદ્ધિ સાથે આગેકૂચ

 

Related posts

વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા, 12 ઈંચ સુધી વરસાદ..

elnews

અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ) એ MSC સાથે વ્યૂહાત્મક ભાગીદારી વિસ્તારી

elnews

આ ઘટનાને જોતા ઈસનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

elnews

Leave a Comment

error: Content is protected !!