32.3 C
Gujarat
May 2, 2024
EL News

સ્વાદથી લઈને સ્વાસ્થ્ય સુધી, મખાનાની ખીરમાં છે ઘણા ગુણ

Share
Food recipes , EL News

આપણા ઘરમાં મીઠાઈ વગરનું ભોજન હંમેશા અધૂરું માનવામાં આવે છે. ભારતીય ઘરોમાં દરેક શુભ કાર્યની શરૂઆત મીઠાઈ ખાવાથી કરવામાં આવે છે. જો કે, લોકો સામાન્ય રીતે તેમના ઘરે ચોખાની ખીર બનાવીને મીઠાઈનો આનંદ માણે છે. પરંતુ શું તમે ક્યારેય મખાનાની ખીર ટ્રાય કરી છે? મખાના ખાવાથી બાળકોથી લઈને વડીલો સુધી લાભ થાય છે. આના સેવનથી તણાવથી રાહત મળે છે, સારી ઉંઘ લેવામાં, વજન ઘટાડવામાં, લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરે છે. સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. ચાલો જણાવીએ કે ઘરે ટેસ્ટી મખાનાની ખીર કેવી રીતે બનાવી શકાય.

PANCHI Beauty Studio

સામગ્રી

  • 1/2 કપ મખાના
  • 2 ચમચી ઘી
  • થોડી એલચી પાવડર
  • 3 કપ દૂધ
  • સ્વાદ મુજબ મધ અથવા ખાંડ
  • ઝીણી સમારેલી બદામ, પિસ્તા, કાજુ

આ પણ વાંચો…એપ્રિલ-મેમાં ગરમીનો પારો આટલા ડિગ્રીએ પહોંચશે!

રીત 

મખાનાની ખીર બનાવવા માટે સૌપ્રથમ કડાઈમાં થોડું ઘી નાંખો અને મખાનાને હળવા શેકી લો. હવે એક ડીપ પેન લો અને તેમાં દૂધ ઉકાળો. તેમાં ઉભરો આવે પછી તેમાં મખાના ઉમેરો. આ પછી તેમાં બધા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તે ઘટ્ટ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. આ પછી તેમાં એલચી પાવડર અને મધ અથવા ખાંડ ઉમેરો અને 1-2 રાંધ્યા પછી ગેસ બંધ કરી દો. તમે ઈચ્છો તો ખીરને ગરમ કે ઠંડી સર્વ કરી શકો છો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

મીઠાઈ ખાવા માંગતા હોવ તો 15 મિનિટમાં મિઠાઈ તૈયાર કરો

elnews

જલેબીના શોખિન માટે ચોખાની જલેબીની આસાન છે રીત

elnews

બટાટાને બદલે ક્રિસ્પી રાઈસ સમોસા ટ્રાય કરો

elnews

Leave a Comment

error: Content is protected !!