29.1 C
Gujarat
December 7, 2024
EL News

ફૂલગુલાબી ઠંડીમાં મેળવો સ્વાદિષ્ટ સૂપનો ગરમાવો

Share
Food Recipes, EL News:

ફૂલગુલાબી ઠંડીમાં મેળવો સ્વાદિષ્ટ સૂપનો ગરમાવો, જાણો સૂપ બનાવવાની રીત

શિયાળાના દિવસોમાં ગરમાગરમ સૂપ પીવાની લિજ્જત જ અનેરી છે. વિવિધ શાકભાજી અને સાથે આદું-લસણનો ગરમાવો મળે તો સ્વાસ્થ્ય પણ સારું રહે અને શરદી હોય તો એમાં પણ રાહત રહે. બનાવો આ વિવિધ સૂપ જે સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ આપશે.

Measurline Architects
ગ્રીન ઓનિયન એન્ડ કોર્ન સૂપ
સામગ્રી : બાફેલી અમેરિકન મકાઈ-1 કપ, સમારેલા લીલી ડુંગળીના પાન-1 કપ, સમારેલો લીલી ડુંગળીનો સફેદ ભાગ-અડધો કપ, બારીક સમારેલું લસણ-3થી 4 કળી બટર-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મરી પાઉડર-પા ચમચી, લીંબુનો રસ-2 ચમચી
ગ્રીન ઓનિયન એન્ડ કોર્ન સૂપ બનાવવાની રીત :
સૌપ્રથમ એક પેનમાં બટર ગરમ કરી સમારેલું લસણ, બાફેલી મકાઈ, લીલી ડુંગળીના પાન અને તેના સફેદ ભાગને સાંતળો. તેના સફેદ ભાગને સાંતળો. સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર અને ગરમ પાણી ઉમેરી ઉકાળો.દસ મિનિટ ઉકળે એ પછી ગેસ બંધ કરી લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ સર્વ કરો. આ સૂપની અંદર બેબીકોર્ન અને મશરૂમ પસંદ હોય તો એ પણ ઉમેરી શકાય.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

નારીયળની મલાઈ જેટલી ખાવામાં ગુણકારી છે

elnews

શિયાળા ની ફૂલગુલાબી ઠંડીમાં બનાવો સ્વાસ્થ્યવર્ધક સૂપ

elnews

પ્રોટીનથી ભરપૂર ચટપટા છોલે ચણા ચાટ માટે રેસિપી

elnews

Leave a Comment

error: Content is protected !!