EL News

રાજકોટમાં PGVCLની 43 ટીમો દ્વારા દરોડા

Share
Rajkot, EL News
રાજકોટમાં પીજીવીસીએલની ૪૩ ટીમના દરોડા: વીજ કર્મીઓએ ચેકિંગની સઘન કામગીરી હાથ ધરી માધાપર અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝન વિસ્તારમાં વીજ તંત્રની 43 ટીમોએ દરોડા પાડ્યા હતા. જેમાં સેન્ટ્રલ જેલ, સંતોષીનગર, આમ્રપાલી અને ગેલેક્સી સહિતના ફિડરમાં આવતા વિસ્તારોને વીજ કર્મીઓએ ચેક કર્યા હતા.
Measurline Architects
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. કંપની તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે હેતુથી ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરે છે.
જે અંતર્ગત પીજીવીસીએલ દ્વારા શહેરના માધાપર અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં આજે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં પીજીવીસીએલની 40 ટીમોએ સેન્ટ્રલ જેલ ફિડર હેઠળના પોપટપરા, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર ફિડર હેઠળના શકતીનગર, મનહરપુર, આમ્રપાલી ફિડર હેઠળના નહેરુનગર, શિવપરા, છોટુનગર અને ગેલેક્ષી ફિડર હેઠળના ભીલવાસ, ઠક્કરબાપા વાસ, સદર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

રાજકોટનાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ચિકાર આવક

elnews

25 મેના રોજ ધોરણ 10નું પરીણામ થશે જાહેર

elnews

દહેગામ હાઇવે પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

elnews

Leave a Comment

error: Content is protected !!