21.1 C
Gujarat
December 6, 2024
EL News

સ્ટોક માર્કેટમાં જાણો આજના બજારની ક્લોઝિંગ સ્થિતિ શું રહી

Share
Business, EL News

આજે દિવસભર ઝડપી રેન્જમાં ટ્રેડિંગ કર્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં સરકી ગયા અને બંધ લગભગ સપાટ ફર થયા છે. આજે ટ્રેડિંગના અંતે NSEનો નિફ્ટી 1.55 પોઈન્ટના મામૂલી વધારા સાથે 18265.9 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ BSE નો સેન્સેક્સ 2.92 પોઈન્ટ ઘટીને 61761 ના સ્તર પર બંધ થયો છે.

PANCHI Beauty Studio

આજના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 61,654.94ની નીચી સપાટી અને 62,027.51ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 18,229.65 જેટલો નીચો ગયો હતો. આ સિવાય નિફ્ટીએ 18,344.20 ના સ્તર સુધી ઉપરની બાજુએ વેપાર દર્શાવ્યો હતો.

આ પણ વાંચો…ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં મોકલાશે

ખાનગી બેંકો, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, ફાર્મા, આઈટી અને ઓટોમાં તેજી જોવા મળી છે. આ સિવાય બેંક, નાણાકીય ક્ષેત્ર, મીડિયા, મેટલ જેવા સેક્ટરમાં ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સના 30માંથી 19 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ બંધ થયું છે અને તેમાંથી મોટાભાગના ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, TCS, M&M, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા શેરોમાં મજબૂતી સાથે બંધ થયા છે.

નિફ્ટીના 50માંથી 25 શેરોમાં વધારો અને 25 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ બંધ થયું છે. ડીવીની લેબ્સ ટોપ ગેઇનર્સમાં છે, જે 3.09 ટકાના વધારા સાથે બંધ થઈ છે. આ પછી ઈન્ડસઈન્ડ બેંક 1.36 ટકા અને કોલ ઈન્ડિયા 1.33 ટકા વધીને બંધ થયા છે. જ્યારે નિફ્ટીના ઘટતા શેરોમાં યુપીએલમાં 3.03 ટકા અને ITCમાં 1.70 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે SBI, બજાજ ફાઇનાન્સ, JSW સ્ટીલ, ગ્રાસિમના શેરમાં ઘટાડાને કારણે ટ્રેડિંગ અટકી ગયું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

LIC ચીફે- અદાણીની કંપનીમાં રોકાણ થી કોઈ નુકસાન નથી

elnews

Tata Tech IPO: 18 વર્ષ પછી ટાટા ગ્રૂપની કંપનીનો આવશે IPO

elnews

Tata Tech IPO: રસ્તો સાફ, 19 વર્ષ પછી આવશે ટાટા ગ્રુપનો IPO

elnews

Leave a Comment

error: Content is protected !!