26.6 C
Gujarat
September 27, 2023
EL News

25 મેના રોજ ધોરણ 10નું પરીણામ થશે જાહેર

Share
  Gandhinagar, EL News

ગુજરાત રાજ્યની પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે 25 મેના રોજ ધોરણ 10 ના પરીણામ ગુજરાતમાં જાહેર કરવામાં આવશે. આ પરીણામ સંબંધિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મહત્વની ઘડી હશે. ધોરણ 10ના અંદાજે 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હવે બોર્ડ દ્વારા પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.
PANCHI Beauty Studio
જીએસઇબી દ્વારા પરીક્ષામાં પેપરની ચકાસણી પૂર્ણ થઇ ગઈ છે અને આ પરીણામને 25 મેના રોજ સવારે 8:00 વાગ્યે ઑનલાઇન પોર્ટલ પર જોઈ શકાશે. ધોરણ 10 પરીણામને જીએસઇબીની અધિકારિક વેબસાઇટ પર મુકવામાં આવશે. ધોરણ 12 સાયન્સનું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે સામાન્ય પ્રવાહનું પરીણામ આવવાનું બાકી છે. એ પહેલા ધોરણ 10નું પરીણામ જાહેર કરવામાં આવશે.  જો કે, મે મહિનામાં એન્ડમાં છેલ્લી તારીખ સુધીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો…  ટ્રાફિકની સમસ્યા થશે હલ ૧૧૩ લાખના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત

GSEB વર્ગ-10ની માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની સંબંધિત શાળાઓ દ્વારા જારી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ અસલ માર્કશીટ સાથે તેમના પરિણામોની ક્રોસ-ચેક પણ કરી શકે છે. જેના માટે તારીખ પણ આપવામાં આવશે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

PM મોદીના માતા હીરાબાની તબિયત સુધરી

elnews

મનહર ઉધાસ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધીવત રીતે જોડાયા.

elnews

ગાંધીનગર: દહેગામમાં રખડતાં ઢોરની અડફેટે મહિલાનું મોત

elnews

Leave a Comment

error: Content is protected !!