36.2 C
Gujarat
May 7, 2024
EL News

રાયપુર કેનાલ નજીક ફાર્મહાઉસમાં જુગાર રમતા 11 ઝડપાયા

Share
Gandhinagar, EL News

ગાંધીનગરમાં ડભોડા પોલીસે બાતમીના આધારે રાયપુર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલા અભેદ ફાર્મ હાઉસમાં દરોડો પાડીને જુગાર રમતા 12 ઇસમોની ધરપકડ કરી હતી. સ્થળ પરથી પોલીસે જુગારનું સાહિત્ય, રોકડ, મોબાઇલ ફોન મળી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Measurline Architects

ડભોડા પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદના નિકોલમાં રહેતો વરૂણ પટેલ રાયપુર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલા પોતાના અભેદ ફાર્મ હાઉસમાં મિત્રોને બોલાવી જુગારધામ ચલાવી રહ્યો છે. આથી પોલીસે બાતમી સ્થળે દરોડો પાડીને જુગાર રમતા 12 ઇસમોની ધરપકડ કરી હતી. સ્થળ પરથી જુગારનું સાહિત્ય, રોકડ, મોબાઇલ ફોન મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, અભેદ ફાર્મ હાઉસ વરૂણભાઈના સસરા પરષોત્તમભાઈ સાંગાણીનું છે.

આ પણ વાંચો…સુરતઃ લિંબાયતમાં ગુજરાતનો સૌથી મોટો દહીંહંડી કાર્યક્રમ

આ આરોપીઓની ધરપકડ

ઝડપાયેલા ઇસમોમાં વરૂણ પટેલ, મેહુલ ભંડેરી (પટેલ), પ્રવીણ માવાણી (પટેલ), મંથન જોગાણી (પટેલ), જીગર કથિરીયા (પટેલ), રાજેશ કથિરીયા (પટેલ), આશીષ નાકરાણી, સંજયકુમાર પટેલ, હાર્દિક કોરાટ (પટેલ), કૃતક વેકરિયા (પટેલ),  કમલેશ જોગાણી (પટેલ) અને જૈમિન કાકડિયા (પટેલ)ની ધરપકડ કરી તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

બરોડા ડેરીના ત્રણ કેન્દ્ર પરથી 16 હજારની કિંમતના દૂધના કેરેટની ચોરી,

elnews

સુરત: સાતમ-આઠમમાં ST 100 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવાશે

elnews

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય લેવાઈ શકે છે, જાણો શું છે યુનિફોર્મ સિવિલ કોડ

elnews

Leave a Comment

error: Content is protected !!