26.8 C
Gujarat
September 26, 2023
EL News

સુરતઃ લિંબાયતમાં ગુજરાતનો સૌથી મોટો દહીંહંડી કાર્યક્રમ

Share
Surat, EL News

સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે વર્ષોથી ચાલતી આવતી દહીં હાંડી તોડવાની પરંપરા આજે પણ અકબંધ છે. ત્યારે આ વર્ષે સુરતમાં દહીહાંડી તોડવાના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની સૌથી મોટી દહીહંડી લિંબાયતના સંજયનગર સર્કલ ખાતે બનાવાશે. તેને ફોડવા માટે 22 જૂથોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 11 ગ્રૂપ દહીંહાંડી ફોડશે. દહીહંડી 35, 30 અને 25 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવશે અને તેને ફોડનારા ત્રણ જૂથોને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

PANCHI Beauty Studio

સૌથી ઊંચી દહીહંડીની ઊંચાઈ 35 ફૂટ 

સુરતના લિંબાયત વિસ્તારમાં યુથ ફોર ગુજરાત દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દરમિયાન સૌથી ઊંચી દહીહંડી બનાવવાની યોજના છે, જેની ઉંચાઈ 35 ફૂટ રહેશે. લિંબાયત વિસ્તારમાં આ યોજનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જન્માષ્ટમીના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, લિંબાયતમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારો રહે છે અને દહીહંડી કાર્યક્રમને લઈને દરેક જણ ઉત્સાહિત છે.

આ પણ વાંચો…અમદાવાદ: લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ!

દહીદંડી ફોડનાર જૂથને લાખોનું ઈનામ

યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે, આ વખતે જન્માષ્ટમીના કાર્યક્રમનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે કુલ 22 ટોળકી માટલી ફોડવા આવી રહી છે, જેમાંથી 11 ટીમો દહીંહાંડી ફોડશે અને અન્ય 11 ટીમો સલામી આપશે. માટલા તોડનાર પ્રથમ ટીમને 1.51 લાખ રૂપિયા, બીજાને 1.25 લાખ રૂપિયા અને ત્રીજાને 1.11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. પ્રથમ દહીહંડી 35 ફૂટ ઊંચી, બીજી દહીહંડી 30 ફૂટ ઊંચી અને ત્રીજી દહીહંડી 25 ફૂટ ઊંચી હશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત : પલસાણાના તુંડી ગામે ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 ઝડપાયા

elnews

અમદાવાદમાં પ્રદીપ પરમારની ટિકિટ માટે કહ્યું, NO REPEAT PLEASE

elnews

કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

elnews

Leave a Comment

error: Content is protected !!