16 C
Gujarat
January 28, 2023
EL News

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય લેવાઈ શકે છે, જાણો શું છે યુનિફોર્મ સિવિલ કોડ

Share

આજે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને જાહેરાત થાય તેવી શક્યતા છે. સમાન નાગરીક કાયદા મુજબ તમામને એક જ અધિકાર આપવામાં આવશે. ત્યારે વિગતવાર જાણો યુનિફોર્મ સિવિલ કોડ શું છે.

એક દેશ એક નિયમ લાગુ કરવા માટેનો કાયદો

યુનિફોર્મ સિવિલ કોડતમામ ધાર્મિક સમુદાયો માટે એક દેશ એક નિયમ લાગુ કરવા માટેનો કાયદો છે. ભારતીય બંધારણની કલમ 44 ના ભાગ 4 માં યુનિફોર્મ સિવિલ કોડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કલમ 44 મુજબ, રાજ્ય ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

Measurline Architects
Click Advertisement To Visit

આ કોડ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વારસો, દત્તક અને ઉત્તરાધિકાર જેવા ક્ષેત્રોને આવરી લે છે. આ સંહિતા એ આધાર પર આધારિત છે કે આધુનિક સભ્યતામાં ધર્મ અને કાયદા વચ્ચે કોઈ સંબંધ નથી. ભારતીય બંધારણના નિર્દેશક સિદ્ધાંતોની કલમ 44 નો હેતુ સંવેદનશીલ જૂથો સામેના ભેદભાવને દૂર કરવાનો અને સમગ્ર દેશમાં વિવિધ સાંસ્કૃતિક જૂથોને સુમેળ સાધવાનો છે.

1835માં તેનો અહેવાલ રજૂ કર્યો

આ પણ વાંચો…પીએમ કિસાન યોજના / 12મા હપ્તાના રૂપિયા અત્યાર સુધી નથી આવ્યા ? સરકારે આપી મોટી જાણકારી

યુનિફોર્મ સિવિલ કોડને લઈને બ્રિટિશ સરકારે 1835માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં ગુનાઓ, પુરાવાઓ અને કરારો સંબંધિત ભારતીય કાયદાના સંહિતાકરણમાં એકરૂપતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ કારણે યુનિફોર્મ સિવિલ કોડ શા જરૂરી

ભારતમાં જાતિ અને ધર્મના આધારે જુદા જુદા કાયદા અને લગ્ન અધિનિયમ છે. તેના કારણે સામાજિક માળખું બગડી ગયું છે. આ જ કારણ છે કે દેશમાં સમાન નાગરિક સંહિતાની માંગ કરવામાં આવી છે જે તમામ જાતિ, ધર્મ, વર્ગ અને સંપ્રદાયને એક વ્યવસ્થા હેઠળ લાવે છે. એક કારણ એ છે કે અલગ-અલગ કાયદાઓને કારણે ન્યાયતંત્રને પણ અસર થાય છે. હાલમાં, લોકો લગ્ન, છૂટાછેડા વગેરે જેવા મુદ્દાઓના સમાધાન માટે પર્સનલ લો બોર્ડમાં જાય છે. ખાસ કરીને મહિલાઓ અને ધાર્મિક લઘુમતીઓનો સમાવેશ થાય છે જ્યારે આ કોડ બનાવવામાં આવશે ત્યારે તે કાયદાઓને સરળ બનાવશે. જે હાલમાં હિન્દુ કોડ બિલ, શરિયા કાયદો અને અન્ય જેવી ધાર્મિક માન્યતાઓના આધારે અલગ છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ટાઇટ કપડા પહેરતા લોકો, સ્વાસ્થ્યની થશે આવી દશા..

elnews

સુરતમાં જેલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

elnews

સમૂહલગ્ન એટલે બચત અને લીંબુની ખેતી એટલે આવક: વિજય ખાંટ

elnews

Leave a Comment

error: Content is protected !!